નોટબંધીના 35મા દિવસ બાદ અનેક કાળાબજારીયા નટવરલાલો ઈડી અને આઈટીના હાથે ઝડપાયા છે. હજી સુઘી તેમની પુછપરછ ચાલુ થઈ છે, બેંકો તરફથી કરવામાં આવેલા ગોટાળાઓ પણ પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે સરકાર આવા નાપાક લોકો વિરૂદ્ધ એક્શન લેવાની જગ્યાએ સ્ટીંગ ઓપરેશન કરવાનો વિચાર ધરાવે છે. ગુજરાતમાંથી મહેશ શાહ જેવા લોકોએ હજારો કરોડો રૂપિયાનો કાળો રૂપિયો જાહેર કર્યો ત્યારે તેમની હાલત હાલ જલ્સા કરવા જેવી લાગી રહી છે, તેમને ઉની આંચ નથી આવતી કારણ કે હજી સુધી તેમની પુછપરછ ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ નોટબંઘીના 35 દિવસ બાદ પણ લોકો હજી બેંકોની અને એટીએમની બહાર પૈસા લેવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. આ બધી પરિસ્થિતી સરકાર અને આરબીઆઈની નજર સમક્ષ છે. છતાં પણ કોઈ પ્રકારના પગલાં લેવાયા નથી. દેશની સર્વોચ્ચ અદાલત પણ માત્ર સરકારને પરિસ્થિતીનો તાગ આપીને સવાલો કરે છે પણ કોઈ નક્કર એક્શન નથી લેવાઈ. મોદીએ 50 દિવસની લિમીટ આપી હતી. હવે માત્ર 15 દિવસ બાકી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે પરિસ્થિતી અનુકુળ થઈ જશે. નોટબંધીના 35મા દિવસે મોટાભાગના એટીએમ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકો ત્રણ દિવસના વેકેશન બાદ આજે બેન્કો ખૂલતા લોકો લાઈનમાં ઉભા રહી ગયા છે. પરંતુ હજુ સુધી લોકોને પૈસા મળતા થયા નથી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગ્રાહકોને ઓછી રકમ આપવામાં આવી રહી છે. કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોમાં ટોકન આપવામાં આવી રહ્યા છે અને બપોરે પૈસા મળી જશે તેમ કહેવાયું હતું. પરંતુ પરિસ્થિતિ એવી છે કે હજુ સુધી પૈસા મળ્યા નથી. રાષ્ટ્રીયકૃત બેન્કોની સામે ખાનગી બેંકો ગ્રાહકોને વધુ રકમ આપી રહ્યાં છે. જેના લીધે નોટબંધી બાદ પ્રાઈવેટ બેંકોમાં ખાતાં વધુ ખુલ્યા છે. ત્રણ દિવસના વેકેશન બાદ લોકો બેંકોમાં નાણાં લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. જેના લીધે બેંકોની બહાર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાંઓમાં પણ આ જ સ્થિતિ છે. સરકારી બેંકો લોકોને પૈસા આપે છે તો પ્રાઈવેટ બેંકોને શું વાંધો છે.