જૂનાગઢમાં રૂપાણીનો વિરોઘ કરી રહેલ રેશ્મા પટેલ સહિત 25ની અટકાયત કરાઈ

ગુરુવાર, 10 નવેમ્બર 2016 (14:59 IST)
ભાજપ સરકાર વિકાસ અને ગરીબી દુર કરવાની વાતો કરી રહી છે અને સરકાર સામે રોષ  દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જૂનાગઢનાં મુકિત મહોત્સવમાં આવેલા સીએમ સામે વિરોધનો વંટોળ ફુંકાયો હતો. સીએમનાં આગમન પહેલા જ જૂનાગઢ પાસનાં  કેતન પટેલ, રેશ્મા પટેલ, દર્શન રાદડીયા, પ્રેમ પટેલ, સહીતનાં 25 જેટલા પાટીદાર યુવાનો મોતી બાગે પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રી હાય હાય નાં નારા લગાવ્યા હતા.  તેમજ હાર્દિક-હાર્દિક એવા સુત્રોચ્ચારો કર્યા હતા અને રસ્તા વચ્ચે બેસી ગયા હતા. જેની પોલીસે અટક કરી હતી. પોલીસે રેશ્મા પટેલ સહીત 25ની અટકાયત કરી હતી. જો કે રેશ્મા પટેલ રસ્તા પરથી કોઇ પ્રકારે ઉઠવા તૈયાર ન હોય. બે મહિલા પોલીસ કર્મચારીઓએ ટીંગાટોડી કરી વાનમાં બેસાડી હતી. જયારે જૂનાગઢ કોર્પોરેશમાં સળગતી અનેક સમસ્યા ગુંડાગીરી, દારૂનું વેંચાણ ,સિવીલ હોસ્પિટલ લકવાગ્રસ્ત, રખડતા ઢોર સહીતનાં મુદે કિલ કરપ્શન ગૃપનાં જીજ્ઞેશ મારૂ, ફિરોજ નાયબ, ભાવેશ બોરીચા સહીતનાં કાર્યકર્તાઓએ સીએમનાં આગમન પહેલા હાજીયાણી બાગ ખાતે પત્રિકાનું વિતરણ કર્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો