ગાય ગૌહરીના પર્વમાં લોકોના શરીર પરથી દોડે છે ગાયો
ગરબાડા ખાતે ઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગોહરી પાડવામાં પશુધનને દોડાવવા ભડકાવવા માટે તેમજ દિવાળીના પર્વના ભાગરૂપે આ વિસ્તારની પ્રજા ત્રણ સાડા ત્રણ કલાક ચાલતા ગાયગોહરીનાં આ પર્વમાં નોન સ્ટોપ ફટાકડાની આતીશબાજી કરી હતી. દિવાળીનાં તહેવારની રોનક ફટાકડા અને રોશની વિના અધુરી છે. ગરબાડા ખાતે ઉજવાતા ગાય ગોહરીનાં પર્વમાં આ વિસ્તારનાં પશુ પાલકો તહેવારની ઉજવણીનાં ભાગરૂપે નવા વર્ષના દિવસે થતાં ત્રણથી સાડા ત્રણ કલાકનાં ઉત્સવમાં નોનસ્ટોપ ફટાકડાની આતશબાજી કરી હતી. જેમાં ગાયોને ભડકાવવા માટે અનેક લોકો એક સાથે ગૌધનના ઘણોના પગમાં ફટાકડા ફોડ્યા હતા. જેમાં વધુ પડતો આવાજ કરતા ફટાકડાનું પ્રમાણ વધારે રાખ્યું હતું. ગાયગોહરીના આ તહેવારને માણવા આવતા લોકોએ અવાજ અને પ્રદુષણના કારણે ફરજીયાત પણે કાનમાં રૂ તથા મોં પર રૂમાલ બાંધવો પડ્યો હતો. ખરેખરનો ફટાકડા ફોડવાની આ પ્રથાના કારણે અસહ્ય પ્રદુષણ થાય છે. અને આરોગ્ય માટે પણ એટલા જ હાનીકારક છે. જેથી કેટલીક હદે સુધી જ તેનો ઉપયોગ કરવામાં આવે તો સારૂ, ભુતકાળમાં ફટાકડાથી દાઝી જવાનાં તથા ઇજાઓ થવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે. જ્યારે ગાયગોહરી પડનાર વ્યક્તિ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાયગોહરી પડે છે. ત્યારે 25 થી 30 ગાયો તથા બળદોનો ઘણ તેમના શરીર ઉપરથી પસાર થાય છે. તેમ છતાં ગોહરી પડનાર વ્યક્તિને શરીર પર એક ખરોચ પણ આવતી નથી