ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલવે સ્ટેશન મળ્યું છે, પરંતુ જ્યારે તેને કોઇ ટ્રેનના સ્ટોપેજ મળ્યા નથી. બીજું કે, ઘણાં સમય પહેલાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક મેમુ ટ્રેન શરૂ કરાઇ હતી, તેમાં પણ કોઇ કર્મચારીઓ પ્રવાસ કરતા નથી. છુટાછવાટા પેસેન્જરોના લીધે આ ટ્રેન દોડાવવી પણ રેલવેને પરવડે તેમ નથી. સૌથી નવાઇની વાત એ છે કે ગાંધીનગરને બ્રોડગેજ લાઇન મળી ચૂકી છે, પરંતુ તેને ઉત્તર ભારત કે મધ્ય ભારત જતી આવતી ટ્રેનોના રૂટમાં જોડવામાં આવ્યું નથી આને લીધે પાટનગરની નજીકના જ નગર કલોલ ખાતેથી ૩૮ ટ્રેનો અવરજવર કરે છે. પરંતુ માંડ વીસ કિમી જ દૂર આવેલા ગાંધીનગરને તેનો લાભ મળતો નથી. હાલ માત્ર અમદાવાદ-ગાંધીનગર, ઇન્દોર ગાંધીનગર, ગાંધીનગર દાહોદ ટ્રેનો દોડે છે. લાંબા અંતરની ટ્રેનમાં એક સરાઇ રોહીલાથી આવતો ગરીબ રથ થોભે છે.