દ્વારકાના 24 ટાપુઓ પર પ્રતિબંધ જાહેર કરાયો

મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:04 IST)
ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્રાસવાદી સંગઠન દ્વારા ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જેને લઈ સરહદી વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાં બે ટાપુઓ ઉપર માનવવસ્તી છે. જ્યારે ૨૨ ટાપુઓ પર ધાર્મિક સ્થળ હોઈ લોકો અવરજવર કરતા હોય છે. હાલમાં આવા એલર્ટના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પૂર્વ પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ આ ૨૨ ટાપુઓ ઉપર જઈ શકશે નહીં. જો આ જાહેરનામાનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો