નારાયણ સાંઈના પુસ્તક પર બબાલ, સ્ત્રીઓ માટે લખી આપત્તિજનક વાતો

મંગળવાર, 8 નવેમ્બર 2016 (10:12 IST)
દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ કથાવાચક નારાયણ સાઈ એકવાર ફરી વિવાદોમાં છે. નારાયણ સાઈએ જેલમાં જ 'દુષ્કર્મ કે કાનૂનો કા ભારી દુરુપયોગ' નામનુ એક પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકના જેલમાંથી બહાર આવતા જ વિવાદ ઉભો થઈ ગયો છે. 37 પાનના આ પુસ્તકમાં નારાયણ સાઈએ મહિલાઓને લઈને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. 
 
પુસ્તક 'દુષ્કર્મ કે કાનૂનો કા ભારી દુરુપયોગ' માં નારાયણ સાઈએ લખ્યુ કે દુષ્કર્મનો કેસ નોંધાવવો કોઈ વિકૃત માનસિકતાવાળી મહિલાઓનો શોખ બનતો જઈ રહ્યો છે. એટલુ જ નહી નારાયણ સાંઈએ દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલાઓને આવારા અને સ્વચ્છંદ પણ બતાવી છે. 

વેબદુનિયા પર વાંચો