હિન્દુઓ જાતીઓના ટૂકડામાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા ન દો.: ડી.જી વણઝારા

સોમવાર, 17 ઑક્ટોબર 2016 (11:20 IST)
ભાવનગરના વિવિધ સમાજ અને ક્ષેત્રોના મહાનુભાવો અને વિશાળ હાજરીમાં પૂર્વ આઈપીએસ ઓફિસર ડી જી વણઝારા ફરી એકવાર તેમની જાણીતી જબાનમાં આતંકવાદીઓ અને રાજકારણીઓ તેમજ દેશના હર કોઈ દુશ્મનને પડકાર ફેંકતા કહ્યું હતું કે જેલમાં અમે કસરત થકી અમારા શરીરને વધુ મજબૂત બનાવ્યું છે, આધ્યાત્મિક વાંચન થકી અમારા મનને વધુ મજબૂત બનાવ્યું છે. અને જેલમાં રહીને કરેલા તપથી મેળવેલી શક્તિનો ઉપયોગ અમે દેશના કલ્યાણ અને રક્ષણ માટે જ કરીશું.  દેશની અખંડતાને જાળવવા હવે પછીની લડાઈમાં સામાજિક એક એક પાયાની જરૂરિયાત હોવા પર માત્ર વણઝારાએ જ નહીં, કિરીટ મિસ્ત્રીથી લઈને રાજુ સોલંકી સુધીના અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વણઝારાએ સમયના સાથી પોલીસ અધિકારીઓ એમ.એન. પરમાર તથા નારણસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. વણઝારાએ ખરો શ્રેય તેમને આપ્યો હતો અને તેમનું પણ સન્માન થયું હતું. રવિવારે સવારે ભાવનગરમાં રેલી યોજાઇ ત્યારે જીપમાં એકાએક બ્રેક મારતા તેમાં સવાર ડી.જી. વણજારા ઇજાગ્રસ્ત થયા હતા અને પગના ભાગે વાગ્યુ હોય તેવું  દેખાતુ હતુ.ઘટના બની જાય એની પ્રચંડતાની નોંધ લેવાય છે. એક પ્રચંડ ઘટનાને બનતી અટકાવી દેવાની ઘટનાની નોંધ લેવાતી નથી અને લેવાય તો યોગ્ય રીતે નોંધ નથી લેવાતી. અમે તેનો ભોગ બન્યા હતા. દેશદ્રોહી રાજનીતિના કારણે અમારે જેલમાં જવું પડ્યું હતું.સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા મંગાયા એમ અમારી પાસે પણ પૂરાવા મંગાયા હતા. દુષ્ટ રાજકારણીઓ દેશભક્તિનું કામ કરનારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોને પુરાવા માટે સર્જીકલ સ્ટ્રાઈક વેળા જોવા માટે બોલાવી આગળ ધરવા જોઈએ.આજે રાજ્યભરમાં અમારાં સન્માન થઈ રહ્યા છે. એ પ્રજાનો પ્રેમ છે. આ સન્માન લઈને અમે બેસી નહીં જઈએ. દેશ માટે, સંસ્કૃતિ માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરી છૂટીશું. જરૂર પડ્યે જાન કુરબાન કરી દેતાં અચકાશું નહીં. દલિતો યે બૃહદ હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ છે. દલિતોના નામે રાજકારણ રમવાનું બંધ કરો. હિન્દુઓ જાતીઓના ટૂકડામાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા ન દો.

વેબદુનિયા પર વાંચો