ગુજરાતમાં ગુમ બાળકોના રેશિયોમાં સુરત પ્રથમ અને અમદાવાદ બીજા સ્થાને

શુક્રવાર, 4 નવેમ્બર 2016 (11:51 IST)
રાજ્યભરમાં છેલ્લા પાંચ વર્ષમા સુરતમાંથી 5951 બાળક અને અમદાવાદમાંથી 4768 બાળક ગુમ છે. જેના પગલે રાજ્યમાંથી દરરોજ સરેરાશ 3-4 બાળક ગુમ થયાનું સ્પષ્ટ થાય છે. જો કે, પોલીસની કામગીરીના પગલે સુરતમાંથી 5348 બાળક અને અમદાવાદમાંથી 4405 બાળકને શોધી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે તાપી જિલ્લામાં એકપણ બાળક ગુમ થયું નથી. સામાન્ય રીતે બાળકો ગુમ બાળકોને શોધવાની કામગીરી સ્થાનિક પોલીસ મથકની હોય છે.

પણ અમદાવાદ સગીરા વિશ્વા ગુમ થયા બાદ શહેર અને રાજ્યભરમાં પડેલા આકરા પ્રતિઘાતના પગલે ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરીમાં સીઆઈડી ક્રાઇમને જોડવામાં આવી છે.  સ્થાનિક પોલીસ મથક ગુમ થયેલા બાળકોને શોધે છે. બાદમાં મળી ન આવતાં બાળકોને શોધવાની કામગીરી સીઆઈડી ક્રાઇમના મિસિંગ સેલને સોંપવામાં આવે છે. સીઆઈડી ક્રાઈમ અનાથ આશ્રમ, હોટેલ, ચાની કીટલી, ચિલ્ડ્રન હોમ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. ઓપરેશન મુસ્કાન અને સ્માઈલ અંતર્ગત બાળકોને શોધવામાં આવે છે. જેમાં જુલાઈમાં રાજ્યભરમાંથી 200 જેટલા બાળકો શોધી તેમના પરિવારજનોને પરત સોંપવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો