કચ્છમાંથી જપ્ત થઈ પાકિસ્તાનની નાવડી

શનિવાર, 20 ડિસેમ્બર 2014 (11:41 IST)
સીમા સુરક્ષા બળે ગુજરાતના કચ્છમાં સર ક્રીક વિસ્તારની પાસે હરામી નાળા નિકટથી પાકિસ્તાનની એક નાવડી જપ્ત કરી છે. બીએસએફ અધિકારીઓએ નાવડીવાળા ક્ષેત્રની આસપાસ તપાસ અભિયાન ઝડપી બનાવ્યુ છે. 
 
બીએસએફના એક અધિકારીએ જણાવ્યુ કે નાવડી ભારતીય સીમાની અંદર એક ત્રણ રસ્તા પર સ્થિત ચેકપોસ્ટ નિકટ મળી બીએસએફ સૂત્રો મુજબ નાવડી જપ્ત થયા પછી આસપાસના વિસ્તારોમાં શોધ અભિયાન ઝડપી કરી દેવામાં આવ્યુ છે.  જેથી ઘુસપેઠની કોશિશને નિષ્ફ્ળ બનાવી શકાય. 
 
ગયા મહિને પણ એક આવી જ ઘટના હરામી નાળા વિસ્તારમાંથી એક નાવડી લાવારિસ પડી હતી. હરામી નાળા ભારત-પાક સીમા પર 500 વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલો કીચડવાળો વિસ્તાર છે. 
 
પૂર્વમાં અહીથી મોટી સંખ્યામાં પાકિસ્તાની માછીમારો ઘુસપેઠ કરતા પકડાય ચુક્યા છે. દળદળ હોવાને કારણે સેના માટે ઝડપથી કાર્યવાહી કરવી મુશ્કેલ હોય છે.  
 

વેબદુનિયા પર વાંચો