20 તબીબોના ક્લિનિક સીલ

વેબ દુનિયા

શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:03 IST)
હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં એલોપેથિક પ્રેકટીસ કરતા તથા બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ ન કરવાના મામલે આરોગ્ય વિભાગે રેડ કરી 20 તબીબોના ક્લિનિકને સીલ કર્યા છે તેમજ 461 આરોગ્ય સંસ્થાઓને નોટિસ ફટકારી છે.

ઝેરી કમળો એટલે કે હિપેટાઈટીસ-બીના કારણે મોડાસા અને તેની આસપાસના વિસ્તારોમાં નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યાં છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આ રોગચાળો દેખા દેતા મ્યુનિ. આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં દવાખાના અને પ્લાસ્ટીક વેસ્ટના ગોડાઊનમાં તપાસ કામગીરી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો