હાર્દિક પટેલના કેસની આજે સુનાવણી

ગુરુવાર, 9 જૂન 2016 (10:43 IST)
રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. ગત સુનાવણી દરમિયાન બંને પક્ષે દલીલો વચ્ચે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, દલીલો એક દિવસમાં પૂર્ણ થઇ શકે તેમ નથી, જેને પગલે કોર્ટે વધુ સુનાવણી 9 જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે હવે આજે જામીન અરજી પર સુનાવણી થવાની છે, ત્યારે સરકાર શું દલીલ કરે છે, તેના પર સૌની નજર છે.
 
નોંધનીય છે કે, ગત સુનાવણી દરમિયાન હાર્દિકના વકીલ યશવંત વાળાએ હાર્દિકની સહીવાળુ બાંહેધરીપત્ર કોર્ટમાં રજુ કરાયા પછી સરકારે બાંહેધરી પત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી વકીલ મિતેષ અમીને રજુઆત કરી હતી કે અન્ય પાટીદાર નેતાઓ અને હાર્દિકના કેસમાં તફાવત છે. આમ, સરકારે હાર્દિકની બાંહેધરીને ફગાવી દીધી હતી.
બીજી તરફ હાર્દિકના વકીલે રજુઆત કરી હતી કે તફાવત ચોકકસ છે કારણ કે બીજા કરતા જામીન મેળવવા માટેનો હાર્દિકનો કેસ વધુ મજબુત છે. જે કોલ રેકોર્ડ પર આધાર રાખીને રાજદ્રોહનો કેસ કરાયો એમાં અન્ય પાટીદારોને જામીન આપવા સરકાર તૈયારી દર્શાવે અને હાર્દિક માટે તૈયારી ના દર્શાવે એ દુઃખદ છે.  હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન હાર્દિક લોકશાહી ઢબે આંદોલન ચલાવવાની પણ ઉશ્કેરણીજનક  ઉચ્ચારણો નહી કરે તેવી બાંહેધરી આપી હતી 

વેબદુનિયા પર વાંચો