સાવધાન ગુજરાત... સ્વાઈન ફ્લૂના રાજ્યમાં 226 કેસ, ગણેશ ઉત્સવ દરમિયાન વધુ ફેલાવવાની શક્યતા ?

શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (12:46 IST)
અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં સ્વાઈનફ્લુનો આંતક યાથવતપણે ચાલુ છે. આજે એક જ દિવસમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લુના 16 કેસો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. એકલા સુરતમાં સ્વાઈન ફ્લુના નવ કેસ નોંધાય હતા.  જ્યારે વડોદરામાં 3 રાજકોટ જામનગર અમરેલી વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.  બીજી બાજુ સ્વાઈન ફ્લુના કારણે આજે એક વ્યક્તિનુ સુરતમાં મોત થયુ હતુ. આ સાથે જ સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો પણ અતિ ઝડપથી વધી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાય રહ્યા હોવા છતા સ્વાઈન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં સતત પહોંચી રહ્યા છે. 
 
સ્વાઈન ફ્લુના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલની સ્થિતિમાં જોવા મળી રહી છે. સ્વાઈન ફ્લુની સ્થિતિમાં હાલ કોઈ સુધાર થાય તેવા સંકેત દેખાય રહ્યા નથી. અલબત્ત આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુન કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાય શકે છે. પહેલી ઓગસ્ટ બાદથી સ્વાઈન ફ્લુના આંકડા પર નજર કરવામાં આવે તો ચિંતાજનક ચિત્ર સપાટી પર આવે છે. 

વેબદુનિયા પર વાંચો