સામાજિક સંસ્થા અદમ્ય દ્વારા સુરતના સમાજસેવક દિલીપભાઈ પટેલનું સન્માન મુંબઈમાં કરવામાં આવ્યું

શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:32 IST)
સામાજિક સંસ્થા અદમ્ય દ્વારા હનુમાન નગર, કાંદિવલી (પશ્ચિમ) ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુરતના સમાજસેવક બહુમુખી, પ્રતિભાશાળી દિલીપભાઈ પટેલનું એમણે સામાજિક, રાનીતિક અને મનોરંજન ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન માટે સંસ્થાના અધ્યક્ષ દિનેશ વર્મા અને સંસ્થાના વસઈ-વિરાર મહિલા સેલની અધ્યક્ષા રીના ગુપ્તા દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.
બહુમુખી પ્રતિભા ધરાવતા દિલીપભાઈ પટેલ છેલ્લા ત્રીસ વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેમણે એમના બેનર જ્યોતિ મૂવીટોન અંતર્ગત હિન્દી ફિલ્મ એક કે બાદ એકથી બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે બડે મિયાં છોટે મિયાં સિરિયલ બનાવી. હવે નિર્માણાધીન હિન્દી ફિલ્મ લાઇફ ઇન મુંબઈમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સંકળાયેલા છે. તેઓ અમિતાભ બચ્ચનના મોટા ચાહક છે, ખાસ કરીને સેટ પર સમયસર પહોંચવાની તેમની ખાસિયત ઘણી પસંદ છે. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત રાજ્ય મીડિયા ચીફ છે. હિન્દ સાગર અખબારના ચીફ યુનિયન એડિટર છે અને અનેક સમાજસેવી કાર્યો સાથે સંકળાયેલા છે. આ અવસરે દિલીપભાઈ પટેલે સંસ્થાના અધ્યક્ષ દિનેશ વર્માને અને એમની સંસ્થાનો આભાર માન્યો હતો.

વેબદુનિયા પર વાંચો