સંજીવ ભટ્ટ પોતાના સસ્પેંડ ઓર્ડરને પડકારશે !!

બુધવાર, 10 ઑગસ્ટ 2011 (14:13 IST)
P.R
વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટએ કહ્યુ કે તેઓ પોતાના સસપેંડના નિર્ણયને પડકાર આપશે.

સંજીવ ભટ્ટ એ દાવો કર્યો કે આ કાર્યવાહી વર્ષ 2002માં થયેલ ગોધરા કાંડ પછી ગુજરાતમાં થયેલ તોફાનો સંબંધમાં હાઈકોર્ટમાં તેમના દ્વારા નોંધાયેલ અરજીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સરકારે જો કે ભટ્ટના દાવાનો વિરોધ કરતા કહ્યુ કે એવી વાત નથી અને તેમણે અનુશાસનહીન કૃત્યોને કારણે બહાર કરવામાં આવ્યા છે

ભટ્ટના વકેલ ઈકબાલ સૈયદ એ મીડિયા કર્મચારીઓને કહ્યુ, તેમનો સસપેંડ ઓર્ડર હાઈકોર્ટમાં ભટ્ટ તરફથી દાખલ કરેલ અરજીની સીધી પ્રતિક્રિયામાં કરવામાં આવી છે, મારુ માનવુ છે કે આ કાર્યવાહી પૂર્વાગ્રહપૂર્ણ છે.

સૈયદ મુજબ તેમની પાસે બે વિકલ્પ છે એક તો તેઓ સીધા હાઈકોર્ડમાં જાય અથવા બીજો કે કેન્દ્રીય સરકારી ન્યાયધિકરણ(કૈટ)નો દરવાજો ખખડાવે. 1988 બેંચના આઈપીએસ અધિકારી ભટ્ટને સોમવારે રાત્રે સસપેંડ કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો