રાજયપાલે સ્થિતિની સમીક્ષા કરી

ગુરુવાર, 21 જુલાઈ 2016 (17:57 IST)
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં સ્થિતિ વણસી છે ત્યારે આજે
ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યપાલે રાજ્યના મુખ્ય
સચિવ કૈલાશ નાથન, ડીજીપી પાસેથી ઉના ઘટનાની અને ત્યારબાદ રાજ્યમાં સર્જાયેલ સ્થિતિ
અંગે સંપૂર્ણ અહેવાલ મેળવ્યો હતો.
 

રાજ્યપાલે તેમની સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી. તાત્કાલિક પગલા લેવા તેમજ કોઈપણ
ભોગે સ્થિતિ પર કાબુ મેળવવા માટે આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ પછી એટલે કે
૧૫ વર્ષ બાદ ગુજરાતમાં પહેલીવખત એવુ બન્યુ છે કે રાજ્યપાલે ઉચ્ચ અધિકારીઓને બોલાવીને
સ્થિતિનો સમીક્ષા રીપોર્ટ માંગ્યો હોય.

રાજ્યપાલે સમગ્ર ઘટનાની લીધેલી ગંભીર નોંધના પગલે વહિવટી તંત્ર પણ દોડતુ થયુ છે અને ઉચ્ચ
અધિકારીઓ તાબડતોડ સ્થિતિને કાબુમાં લેવામાં લાગ્યા છે.

વેબદુનિયા પર વાંચો