પુલ બનાવવા કાળજી ન લેતા નોટીસ

બુધવાર, 6 એપ્રિલ 2016 (15:14 IST)
શહેર નજીક રણોલી ગામ પાસે નવિન બની રહેલા બ્રિજ ઉપરથી સોમવારે વહેલી સવારે કાર ખાબકતા ગાંધીનગરના બે યુવાનોના મોત નીપજ્યા હતા. આ ચકચારી ઘટનામાં છાણી પોલીસે બ્રિજના છેડા ઉપર ડાયવર્જન અને લાલ સિંગ્નલ કે બેરીકેડ ન મૂકનાર આઇ.આર.બી. કંપની, કંપનીના કોન્ટ્રાક્ટરો તેમજ સરકારી-અર્ધસરકારી અધિકારીઓ સામે નિષ્કાળજીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

છાણી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.પી. પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, છાણીથી રણોલી સુધીમાં બે બ્રિજ બન્યા છે. રણોલી પાસે ત્રીજા બ્રિજનું કામ ચાલુ છે. છાણી તરફથી રણોલી તરફ જતાં નવિન બની રહેલા બ્રિજના છેડા ઉપર બ્રિજનું કામ કરી રહેલી આઇ.આર.બી. કંપનીના સત્તાવાળાઓએ બ્રિજ ઉપરથી ન જવા માટે કોઇ ડાયવર્જન આપ્યું ન હતું. લાલ બત્તી પણ મુકી ન હતી. તેમજ બેરીકેટેડ પણ મુક્યા ન હતા. આથી સોમવારે વહેલી સવારે સુરતથી ગાંધીનગર કારમાં જઇ રહેલા બે યુવાનો સવાર કાર બ્રિજ ઉપર ચઢી જતાં કાર 30 ફૂટ નીચે પડવાથી બંને યુવાનોના સ્થળ પર મોત નીપજ્યાં હતા

વેબદુનિયા પર વાંચો