પટોળા બાદ પાટણની વધુ એક ઓળખ દેવડા, કિલોનો ભાવ આ વર્ષે 300થી 320 રૂ. પહોંચ્યો

ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (16:38 IST)
પાટણ શહેરનું નામ આવે એટલે પટોળાની યાદ આવે, કેમ કે પાટણ તેના પટોળાને લીધે જગવિખ્યાત છે. પરંતુ આવી જ રીતે પ્રચલિત છે તેની મિઠાઇ દેવડા. મિત્ર મંડળથી લઇને સગા-સબંધીઓ સુધી દેવડા આપીને નવા વર્ષે મોં મીઠું કરાવવાનો રિવાજ છે. પાટણ ઐતિહાસિક ધરોહરના શહેરને લીધે તો જાણીતું છે જ. પરંતું પાટણની વધુ એક ઓળખ છે આ દેવડા. પાટણવાસીઓ દિવાળી સમયે દેવડા ખરીદવાનું ચુકતા નથી. એટલું જ નહીં પાટણવાસીઓ પોત પોતાના સબંધીઓને પણ દેવડા મોકલાવે છે. ઉપરથી સખ્ત અને અંદરથી નરમ હોય છે આ દેવડા, તો વળી સ્વાદમાં પણ બહારથી મીઠા અને અંદરથી મોળા હોય છે, જો કે મોંઘવારીનો માર દેવડામાં પણ લાગ્યો છે. આ વર્ષે ચોખા ઘીના દેવડાનો ભાવ રૂપિયા 300 થી 320 રૂપિયા છે.

આ દેવડા મેંદાના લોટના બને છે. તેમાં ઘીનું મિશ્રણ કરવામાં આવે છે. અને ઘીમાં જ તળવામાં આવે છે. ત્યારબાદ બે દિવસ ઠંડા કરવામાં આવે છે. અને પછી ખાંડની ચાસણીમાં તળવામાં આવે છે. તળ્યા બાદ એક મોટા વાસણમાં ઘીનો થર કરવામાં આવે છે. અને પછી તેમાં રાખવામાં આવે છે. દેવડાનો સ્વાદ વધે અને આકર્ષક લાગે તે માટે તેના પર કેસર, પિસ્તા અને ડ્રાયફ્રુટથી ગાર્નિશિંગ કરવામાં આવે છે, અને પછી ઠંડા થયા બાદ તેનું વેચાણ કરવામાં આવે છે. દેવડામાં અનેક પ્રકારની ફલ્વેર પણ મળી રહે છે.

વેબદુનિયા પર વાંચો