નવા વર્ષની વિદાયની પાર્ટીમાં ભાન ભૂલતાં બાળકો પર મા-બાપની ચાંપતી નજર

શનિવાર, 24 ડિસેમ્બર 2016 (13:37 IST)
થર્ટી ફર્સ્ટની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના પુત્ર-પુત્રી તેમજ પરિણીત પુરૂષો અને સ્ત્રીઓ ઉપર વોચ રાખવા માટે જાસૂસોની બોલબાલા વધી ગઈ છે. અત્યારથી જ આ અંગે ગુપ્તરાહે જાસૂસોની ટીમો કામે લગાડવામાં આવી રહી છે. ઉપરાંત ગેંગરેપ,હુમલા,છેડતી, અપહરણ કે લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે સંતાનોને પ્રાઈવેટ ડિટેક્ટિવ અને સિકયોરિટી ગાર્ડની સુરક્ષા પુરી પાડવા માટે ખાનગી ડિટેકટીવ એજન્સીઓની સેવા લઈ રહ્યા છે. ૩૧ની ડિસેમ્બરના આરે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે શહેરમાં ચલાવવામાં આવી રહેલી ખાનગી ડિટેક્ટિવ અને સિકયોરિટી ગાર્ડમાં વધારો થવા પામ્યો છે. પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીના ડિરેકટરે નામ નહી આપવાની શરતે જણાવ્યુ હતું કે, દર વર્ષ કરતા આ વર્ષની ૩૧મી ડિસેમ્બરના રોજ બાઉન્સર,સિકયોરિટી ગાર્ડ અને જાસુસની માંગમાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મોટાભાગની ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓએ મોટાપાયે કામ લીધુ હોવાનું જાણવા મળે છે. પાર્ટીઓમાં જતા પુત્ર-પુત્રીઓ પર નજર રાખવા માટે જાસુસની સેવામાં ભારે માંગ જોવા મળી છે.પ્ ત્રી હવસખોરોનો શિકાર ન બને તે માટે પાર્ટીમાં જતી પુત્રીની દરેક હરકતો પર બારીક નજર રાખવા માટે જાસુસોની સેવા લેવામાં આવી રહી છે.  આ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું કે, પુત્ર-પુત્રીકે પતિ-પત્નીઓ પાર્ટીઓમાં જતા હોય છે. જાસુસ-બાઉન્સર અને સિકયોરીટી ગાર્ડ પાસેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પણ માંગ કરતા હોય છે. કેટલાક ગ્રાહકો પુરાવા માટે ફોટોગ્રાફ અને વીડિયો ક્લિપિંગની માંગ કરે છે. જો કે, કોઈપણ વ્યકિતના ફોટા પાડવા કે ક્લિપિંગ ઉતારવાની હરકતો ગેરકાનૂની છે. જો કે, મોબાઈલ ફોનમાં સુવિધાઓ ઉપલબ્ધ હોય છે જેના વડે ફોટો લેવાની કે શૂટિંગ કરવાની જેવી હરકતોની જલ્દી ખબર પડતી નથી.

વેબદુનિયા પર વાંચો