નર્મદાનુ પાણી ઉધોગોને આપવાનો વિરોધ

શનિવાર, 27 જૂન 2015 (16:55 IST)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની પરવેટા-ગધેર નવી વસાહતમાં નર્મદા બચાવ આંદોલનના નેતા મેઘા પાટકરે ૩૦ જેટલા નર્મદા વસાહતના આગેવાનો સાથે મિટીંગ કરી તેમના જે તે પ્રશ્નોની રજૂઆત સાંભળી કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતાં. મળતી માહિતી અનુસાર રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ હાલ પ્રગતિના શિખરે છે, પરંતુ મેઘા પાટકર બપોરે સંખેડા તાલુકાના પરવેટા-ગધેર નર્મદા વસાહતની મુલાકાતે આવી વસાહતના આગેવાનો સાથે અલગ અલગ ચર્ચા કરી હતી.

  જેમાં વસાહતના આગેવાનો દ્વારા મેઘા પાટકરને રજૂઆત કરાઇ હતી કે, આજે પણ રાજ્યની વસાહતોમાં પૂરતી સુવિધાઓ નથી. પાણી માટે હવાતિયા છે જયારે મેઘા પાટકરે નરેન્દ્ર મોદી સરકાર પર ચાબખા માર્યા હતાં જેમાં જણાવ્યું હતું કે, જયારે કોકો કોલા કંપનીને ૩૦ લાખ લિટર પાણી નર્મદાનું આપવામાં આવી રહ્યું છે. અદાણી કંપનીને પણ પાણી આપવામાં આવે છે.
જયારે લલિત મોદીની સામે તટસ્થ તપાસ થાય તો ઘણું બધુ બહાર આવે તેમ છે. જયારે મોદી સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે, વિદેશ પ્રવાસ કરે છે, જયારે ગુજરાતની જનતા આજે પણ પીવાના પાણી માટે હવાતિયા મારે છે. એક બાજુ કેવડિયા કોલોનીમાં શ્રેષ્ઠ ભારત નિર્માણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો રૃપિયાના ખર્ચા કરાય છે.

જયારે નર્મદા ડેમ જે હાલ ઉભા છે ત્યાં ગયેલ જમીનનું વળતર આજે પણ સરકાર દ્વારા પુરેપુરૃં ચૂકવાયું નથી. હાલ સરકાર દ્વારા નર્મદા વસાહતમાં સવલતો પુરી પાડવામાં આવી છે, તેવું કરવામાં આવે છે.જયારે આજે પણ આ વસાહતોમાં ખૂબ જ પ્રશ્નો ગંભીર છે, સરકાર જો હજુ પણ કાંઇ વિચારે નહીં તો અમો હવે ઉગ્ર સ્વરૃપમાં સરકાર સામે પડવાનું નક્કી કર્યું છે.

વેબદુનિયા પર વાંચો