ગુજરાતમાં આવીને મને તાજગી અને સ્ફૂર્તિ મળી જાય છે - મોદી

મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (15:55 IST)
પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા. મોદી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતર્યા. રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના બધા મંત્રીઓ અને વરિષ્ઠ બીજેપી નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ. 

આ અવસર પર નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર માન્યો. મોદીએ ગુજરાતી ભાષામાં ભાષણ આપ્યુ. મોદીએ કહ્યુ કે તમારા સ્વાગત અને આટલા પ્રેમ માટે હુ તમારા સૌનો આભારી છુ. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. ધન્યવાદ. આવુ સ્વાગત મારી આંખોમાં આંસુ લઈ આવે છે. લાંબા સમય પછી તમારી વચ્ચે આવ્યો ક હ્હુ. આ ઘરતીએ મને મોટો માણસ બનાવ્યો છે.  પોતાનાઓના પ્રેમ કરતા મોટુ બીજુ કશુ જ નથી. 
 

- દુનિયાના દેશમાંથી આવતા વડાઓ ભારતના નાના રાજ્યો પણ જુએ. માત્ર દિલ્હી જોવાથી આ દેશનુ અર્થશાસ્ત્ર કળી નહી શકાય તેથી ચીનના મુખ્યમંત્રીની મુલાકાત અત્યંત મહત્વની છે.  આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ નોંધપાત્ર પ્રગતિ થશે. સામાન્ય માણસની આકાક્ષા પૂરી થાય એવો મને ભરોસો છ્ે  આપણે સૌથ સાથે મળીને  દેશના વિકાસમાં યોગદાન આપવામાં પાછા પાણી કરીશુ નહી.  શરૂઆતમાં વરસાદ સંતાકૂકડી રમતો હતો પછી મન મુકીને વરસી પડ્યો. જેનો લાભ દેશના કૃષિ જગતને જરૂર મળશે.  ફરી એકવાર તમારા સ્વાગત અને સન્માનનો હ્રદયપૂર્વક આભાર માનુ છુ. ગુજરાતની આબોહવા તાજગી મને ફરી દિલ્હી જઈને કામ કરવામાં સારી એવી તાકત આપશે એવી મને   ખાતરી છે.  

- મારુ ઘડતર જ એવુ થયુ કે નવી પરિસ્થિતિને હુ આત્મસાત કરી શક્યો રાજ્યો નાના હ્લોય કે મોટા હોય એ બધાને સમજીને દેશને આગળ ધપાવવા માટેનો મે જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે એના માટે  મનને અતિશય સંતોષ છે. અને જે રીતે હવે હુ આવનારા દિવસોમાં મારા કામને જોઈ રહ્યો છુ આત્મવિશ્વાસ પૂર્વક સવાસો કરોડ દેશવાસીઓ એકબનીને કોઈ કચાશ નહી રાખે એવો મારો વિશ્વાસ છે. 
 
મોદીએ કહ્યુ કે મે અહીથી ટ્રેનિગ લીધી છે. અહીથી લીધેલો અનુભવ મારા કામ આવી રહ્યો છે. મને કાર્યકર્તાઓના ઉત્સાહથી શક્તિ મળે છે. ગુજરાતની આબોહવા માણીને મને નવી સ્ફૂર્તિ અને તાજગી મળી રહી છે. ગુજરાત આમ જ આગળ વધતુ રહેશે એવો મને વિશ્વાસ છે. 
 
મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રહેશે. આવતીકાલે તેઓ પોતાનો જન્મદિવસ પ્રસંગે અમદાવાદમાં ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગને મળશે. અહી તેમની ચિનફિગ સાથે વાતચીત પણ થશે. આ અવસર પર અમદાવાદને વિશેષ રૂપે સજાવવામાં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો