એક વર્ષમાં પાંચ લાખથી વધુ લોકો સરદાર સરોવર ડેમ જોવા ગયા

શનિવાર, 1 નવેમ્બર 2014 (17:37 IST)
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમ હવે બારે માસ પર્યટનનું સ્થળ બની રહ્યું છે. આ વરસે કેવડિયા કોલોની ખાતે પ્રવાસે જનારાઓનો આંકડો પાંચ લાખને આંબી ગયો છે. હજુ વર્ષ પૂરું થવાને બે મહિના બાકી રહ્યા છે ત્યારે સન ૨૦૧૪ વર્ષમાં સરદાર ડેમની મુલાકાત પાંચ લાખ પ્રવાસીઓ લઈ ચુક્યા છે.

સન ૨૦૦૬થી ૨૦૧૪ ના સમય ગાળામાં દર વર્ષે પ લાખ પ્રવાસીઓ સરદાર સરોવર ડેમને નિહાળે છે. ફકત સન ૨૦૦૭માં પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી હતી. સન ૨૦૦૬માં કાશ્મીરી પરિવારને પાંચ લાખમાં પ્રવાસી તરીકે સન્માન અપાયું હતું.

સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું કાર્ય શરૂ થયા પછી નર્મદા ડેમ સાઈટ ખાતે પ્રવાસીઓનો ધસારો આગામી વર્ષોમાં સતત વધતો રહેશે. કેવડિયા હવે આંતરરાષ્ટ્રીસ્તરે જાણીતું પર્યટન સ્થળ બની રહેશે.

વેબદુનિયા પર વાંચો