એક્ઝિટ પોલ ઇમ્પૅક્ટ : મોદીની ભવ્ય શપથવિધિની તૈયારીઓ શરૂ

બુધવાર, 19 ડિસેમ્બર 2012 (11:34 IST)
P.R
ગુજરાતમાં વિધાનસભાને ચૂંટણીણા પરિણામ 20મી ડિસેમ્બરના દિવસે આવનર છે. પરંત્યુ એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ધમાકેદાર અને શાનદાર શપથની તૈયારી અંદરખાને શરૂ થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. પાંચ વર્ષ પહેલા ડિસેમ્બરમાં જ ચૂંટણી જ થઈ હતી. આ વર્ષે પણ ડિસેમ્બરમાં જ ચૂંટણી થઈ છે. 25મીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેઈનો જન્મદિવસ છે અને વાજપેઈના જન્મદિવસે જ શપથની તૈયારી ચાલી રહી છે. ગાંધીનગરમાં સરકાર અને સંગઠનના ટોચના નેતાઓની બેઠકમાં પરિણામ અને નવી સરકારની રચના અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યુ છે. ભૂતકાળમાં મોદીના શપથ કાર્યક્રમમાં કેન્દ્રના ભાજપના નેતાઓ અને રાજયોના મુખ્યમંત્રી તથા સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોદીની હેટ્રિક બાદ આ વખતે પણ તમામને આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતા દેખાય રહી છે. પરિણામ નહી આવ્યુ હોવાથી હજુ સુધી આ પ્રકારની બાબતો અંગે કોઈ વાત મળી રહી નથી. માત્ર મર્યાદિત લોકોમાં જ આ અંગેની ચર્ચા છે. પરિણામ અપેક્ષા મુજબના રહે છે કે એક્ઝિટપોલન પરિણામ ખોટા સાબિત થાય છે તે બાબતને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો છે. હાલમાં કોઈપણ વ્યક્તિ સ્પષ્ટ પણે કહેવાની સ્થિતિમાં નથી. ભાજપના નેતાઓ ચોક્ક્સપણે જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓએ હજુ આશ છોડી નથી અને એક્ઝિટ પોલના પરિણામ ખોટા સાબિત થશે તેવી વાત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં 70 ટકાથી વધુ મતદાન થયુ છે. 70 ટકાથી વધુ મતદાન થયા બાદ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટપણે સ્પષ્ટ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો