અમિતશાહની સીબીઆઈ દ્વારા આજે થશે પૂછપરછ

ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનાં નજીકનાં સાથી અમિત શાહને સીબીઆઇએ તૂલસી પ્રજાપતિ કેસ મામલે પૂછપરછ કરવા તેડું માકલ્યું છે. અમિત શાહની સીબીઆઇ આજે પુછપરછ કરશે.

સીબીઆઇએ અમિત શાહને આજે મંગળવારે દિલ્લીની કચેરીએ પુછપરછ માટે બોલાવ્યાં છે. હાલ શાહ સોહરાબુદ્દીન કેસમાં જામીન પર છે જોકે તેમને હાલ ગુજરાત બહાર રહેવાનો આદેશ છે. હવે તુલસી પ્રજાપતિ પણ સોહરાબુદ્દીન કેસનો અગત્યનો સાક્ષી હોવાથી આ મામલાની તપાસ માટે અમિત શાહને સીબીઆઇએ બોલાવ્યા છે.

તુલસી પ્રજાપતિ કેસની ત પાસ પણ સીબીઆઇ કરી રહી છે. સુપ્રીમનાં આદેશ બાદ સીબીઆઇએ ગત વરસની એપ્રિલે આ મામલાને પોતે હાથમાં લીધો. સુપ્રીમે પ્રજાપતિની માતાએ કરેલી અરજીનાં આધારે 8 એપ્રિલનાં રોજ આ કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી.

આજે અમિત શાહની સવારથી પુછપરછ થાય એવી સંભાવના છે. આ મામલે અગાઉ સીબીઆઇ ચુડાસમા અને અજય પટેલની પુછપરછ કરી ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો