અમરેલી : ભરત માતાકી જય બાદ જ પ્રવેશ

સોમવાર, 4 એપ્રિલ 2016 (16:34 IST)
ભારત માતા કી જય બોલવાનો વિવાદ રાજકારણમાંથી શિક્ષણ ના ક્ષેત્ર માં આવ્યો હોય તેમ અમરેલી શહેરમાં ચાલતી શૈક્ષણિક સંસ્થા એવી શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના સંચાલક દિલીપ સંઘાણી છે અને દિલીપ સંઘાણી સહીત ના ટ્રસ્ટી મંડળે નવા સત્ર થી ભારત માતા કી જય બોલે તેને જ પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાતના રાજકારણમાં અમરેલી જીલ્લો હમેશા કઈક નવુજ સમીકરણ ઉભું કરતો આવ્યો છે અમરેલી શહેર માં ચાલતી શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ માં એક પ્રાયમરી સ્કુલ, એક કન્યા શાળા અને એક ફીજીયોથેરાપી કોલેજ સાથે કન્યા વિધ્યાલયનું સંચાલન ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી કરી રહ્યા છે દિલીપ સંઘાણી સહીતના ટ્રસ્ટી મંડળે નવા સત્રથી શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ ની સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો ફોર્મ પર ભારત માતા કી જય લખવાનો અભિગમ અપનાવીને નવો જ ચીલો શિક્ષણના વ્યવસાયમાં પણ સામેલ કર્યો છે.
અમરેલીની સંસ્થા દ્વારા ભારત માતા કી જય નો નવતર પ્રયાસ રાજકીય લેવેલે દેશભર માં ગુંજી ઉઠી તો નવાઈ નહિ પણ દિલીપ સંઘાણી સહીતના ટ્રસ્ટી મંડળે શાળામાં પ્રવેશ માટે ભરત માતાકી જય બાદ જ પ્રવેશ મળવાના પ્રયોગ ની આડ અસર આગામી સમયમાં કેવી થશે તેતો સમય જ બતાવશે.

વેબદુનિયા પર વાંચો