અનોખા પ્રવાસની પહેલઃ દાદા-દાદી સાથે પૌત્ર કે પૌત્રી જોડાય તો વિશેષ વધુ વળતર

બુધવાર, 18 જૂન 2014 (12:14 IST)
કુંટુબ વાત્સલ્ય ભાવના ને વેગ આપવા શક્તિ ટ્રાવેલ્સ અનોખી પહેલ કરી છે. એમણે "દાદા-દાદી" સાથે પૌત્ર કે પૌત્રી અને માતા-પિતા સાથે પુત્ર અને પુત્રવધુ પ્રવાસમાં જોડાય તો તેમના ટિકિટ દરમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવાનું શરૃ કરેલ છે. આ પહેલ વિશે માહિતી આપતા શક્તિ ટ્રાવેલ્સના સંયોજક મહેશ આર. દુદકિયાએ જણાવ્યું કે, શક્તિ ટ્રાવેલ્સ એક એવી પ્રવાસ આયોજક સંસ્થા છે જેનું નામ ગુજરાતભરના પ્રવાસ શોખીનોના મન અન હૃદયમાં સતત ગૂંજતું રહેલુ હોય. પ્રવાસ આયોજનની આગવી, વિશિષ્ટ અને નિત્ય નવીન વિચારધારા સમર્પિત એવા આયોજકોના સહિયારા પુરૃષાર્થનું સર્જન જેનો આરંભ ઈ.સ. ૧૯૭૭ના વર્ષની રથયાત્રાના પવિત્ર દિવસે પરિવારના પ્રેરણાતીર્થ અને પ્રવાસ આયોજનમાં ખૂંપી ગયેલા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ. રણછોડભાઈ શંકરલાલના શુકનવંતા હસ્તકમલોથી થયો. પિતાશ્રીનો અથાય પરિશ્રમ, નિરંતર નવીન વિચારોનું ખળખલ ઝરતું, પ્રવાસીઓ પ્રત્યેની ઉદાર સહાનુભૂતિ અને કૌટુંબિક દૃષ્ટિબિંદુ વહેતા વાત્સલની ભાવનાની ભીનાશ શક્તિ ટ્રાવેલ્સના પ્રગતિના પ્રાણ બની ગયા.

શક્તિ ટ્રાવેલ્સ "દાદા-દાદી" સાથે પૌત્ર કે પૌત્રી પ્રવાસમાં જોડાય તો તેમના ટિકિટ દરમાં ૨૫ ટકા અને માતા-પિતા સાથે પુત્ર અને પુત્રવધુ પ્રવાસમાં જોડાય તો તેમના ટિકિટ દરમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું શરુ કરેલ છે. અમારી સંસ્થા આજે સામાન્ય આયોજન સંસ્થા નહીં બલ્કે પ્રવાસને લગતી તમામ પ્રકારની જરૃરિયાતોનો પ્રવાસીઓને સંતોષ આપવા સક્ષમ છે. કટિબધ્ધ છે. દેશ-વિદેશના પ્રવાસો, હોટલ બુકીંગ, એર ટિકિટ અને પ્રવાસને લગતી તમામ પ્રકારની સેવાઓ પ્રવાસીઓને આપવા સંસ્થાની ટીમ સદાય તત્પર રહે છે. એમણે જણાવ્યું કે કુટુંબ વાત્સલ્ય અમને મળ્યું છે માળ્યું છે, માણીએ છીએ અને માણતા રહીશું તેવા અમારા આ આનંદને અમારા પ્રવાસીઓની વાત્સલ્ય ભાવનાને તન, મન, ધનથી સત્કારવા કૃતનિશ્ચિથી થયા છીયે. અને તેથી તો. અમે અમારી પ્રવાસ શૃંખલાઓમાં અદ્વિતીય, અનોખો અને અને અનુપમ "કુટુંબ વાત્સલ્ય ઓફર"ના રણકારને ટંકારવ બનાવવા પહેલ કરી છે, નાવીન્ય આપ્યું છે, અનોખાપણું આપ્યુ છે.  કુટુંબ વાત્સલ્ય ઓફરની યોજનાને પ્રબળ પ્રતિસાદ મળી રહ અને અમારા હેતુઓની ભાવનાની માવજાત થાય તેવી અપેક્ષા રાખવામાં અમને ગૌરવ છે.

વેબદુનિયા પર વાંચો