કેજરીવાલની એક થાળીની કિમંત 3 લાખ રૂપિયા

શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (16:05 IST)
અમેરિકામાં કેજરીવાલની થાળીની કિમંત 3 લાખ રૂપિયા છે. દરેક પ્લેટની કિમંત પાંચ હજાર ડોલર મુકવામાં આવી છે. પાર્ટી સૂત્રો મુજબ અરવિંદના મિત્રોએ એક ડિનર પાર્ટી મુકી છે.  જેમા લગભગ 60 લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાથી મળનારી રકમ સીધી કેજરીવાલને નહી મળે. પણ આપની અમેરિકા વિંગ તેને પાર્ટી ફંડમાં ઓનલાઈન જમા કરાવશે. આનાથી પારદર્શિતા પર સવાલ ઉભો નહી થાય. પાર્ટીને આશા છે કે ડિનરથી ઓછામાં ઓછા 1.80 કરોડ રૂપિયા એકત્ર થશે. 
 
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ ગુરૂવારથી પાંચ દિવસની વિદેશી યાત્રા પર છે. સૌ પહેલા તે દુબઈ જશે. દુબઈમાં તે વર્લ્ડ બ્રાંડ સમિટમાં ભાગ લેશે. તેમા યુવાઓમાં ફેરફાર લાવવાની મુખ્ય ભૂમિકા નિભાવનારા વ્યક્તિના રૂપમાં કેજરીવાલને સન્માનિત કરવામાં આવશે. શનિવારે એ ન્યૂયોર્ક પહોંચશે. ત્યા પર તે પોતાના આઈઆઈટીના સહપાઠી અને આપના સમર્થકોને મળશે. 
 
કેજરીવાલ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ ઈંટરનેશનલ એંડ પબ્લિક અફેયર વિભાગના વિદ્યાર્થીઓને સંબોધિત પણ કરશે. દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ત્રીસ કરોડ રૂપિયા એકત્ર કરવાનુ લક્ષ્ય મુક્યુ છે. આ માટે પાર્ટીએ બુધવારે અમેરિકા. ઓસ્ટ્રેલિયા. હોંગકોંગ.  સિંગાપુર. અને બ્રિટન સહિત અનેક દેશોમાં  ઓન ગિવિંગ ટ્યુસ ડે અભિયાન શરૂ કર્યુ છે. 

વેબદુનિયા પર વાંચો