ટેબલ પર જયલલિતાની ફોટો મુકીને મીટિંગ કરી રહ્યા છે મંત્રીઓ !

શનિવાર, 15 ઑક્ટોબર 2016 (12:44 IST)
તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ તમિલનાડુની સીએમ જયલલિતાની ગેરહાજરીમાં રાજ્ય સરકારનુ કામકાજ એક અનોખા ઢંગથી થઈ રહ્યુ છે.  રાજ્ય સચિવાલયમાં થનારી બેઠક જયલલિતાની તસ્વીર સામે થઈ રહી છે. મંત્રી આ વાતનુ ખાસ ખ્યાલ રાખી રહી છે. મંત્રી આ વાતનુ ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે મીટિંગના સમયે જયલલિતાની ફોટો ડેસ્ક પર જરૂર હોય. વફાદાર મંત્રીઓ તરફથી આ બધુ એ માટે કરવામાં આવી રહ્યુ છે જેથી અમ્માની આંખો સામે શાસનની પુરી કાર્યવાહી થાય. 
 
રાજ્ય સરકારના સૂચના વિભાગ તરફથી આ રિવ્યૂ બેઠકોની તસ્વીરો રજુ કરવામાં આવી રહી છે. વિભાગ આ સુનિશ્ચિત કરી રહ્યુ છે કે તસ્વીરોની સાથે કેપ્શન જરૂર જાવ કે બધુ ચીફ મિનિસ્ટરના આદેશ મુજબ થઈ રહ્યુ છે. જો કે વિભાગે આ વિશે નથી બતાવ્યુ કે બીમાર જયલલિતાએ આ આદેશ કેવી રીતે આપ્યો ? 
 
જયલલિતાને આ વર્ષે થયેલ ચૂંટ્ણી પછી બીજો કાર્યકાળ મળ્યો છે.  વીતેલા ત્રણ અઠવાડિયાથી તેમનુ ચેન્નૈના અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી ચેહ્ તાવ અને ડિયાયડ્રેશનની ફરિયાદ પછી 22 સપ્ટેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા.  અપોલો હોસ્પિટલ તરફથી ચાલુ અનેક હેલ્થ બુલેટિનમાં જણાવ્યુ કે સીએમના ફેફ્સામાં ઈંફેક્શનની સારવાર ચાલી રહી ચેહ્ ગયા મંગળવારે જયલલિતાના બધા વિભાગ તેમના નિકટના અને રાજ્યના નાણાકીય મંત્રીઓ પનીરસેલ્બમને સોંપી દીધા ત્યારબાદથી પનીરસેલ્વમ સમીક્ષા બેઠક પણ કરી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો