LoC પાર કરીને PAKના કબજાવાળા કાશ્મીરમાં ઘુસી આપણી સેના, 5 કેમ્પમાં 38 આતંકવાદીઓ ઠાર..ગભરાયુ પાકિસ્તાન

ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (12:43 IST)
જમ્‍મુ કાશ્‍મીરમાં ઉરી સેક્‍ટરમાં આર્મી યુનિટ ઉપર હાલમાં જ કરવામાં આવેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારતે પણ સર્જીકલ હુમલા કરીને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય સેનાના સર્જીકલ હુમલામાં 40થી 45 ત્રાસવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્‍તાની સેનાના નવ જવાનોને પણ મોતને ધાટ ઉતારી દેવામાં આવ્‍યા છે.

ઉડી હુમલા પછી લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર બનેલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને ધ્યાનમાં રાખતા પીએમ મોદી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની છે. ત્યારબાદ ડીજીએમઓએ શુ કહ્યુ - વિશ્વાસપાત્ર સૂત્રોના આધાર પર અમને જાણ થઈ કે કેટલાક આતંકી એલઓસી પર હાજર છે.  તેમનો ઉદ્દેશ્ય ભારતમાં ઘુસપેઠ કરી આતંકી હુમલો કરવાનો છે. ઈંડિયન આર્મીએ ત્યા ગઈકાલે રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. અમે સુનિશ્ચિત કર્યુ હતુ કે આ આતંકી પોતાના મનસૂબામાં સફળ ન થય. કાઉંટર ઓપરેશંસમાં ખૂબ નુકશાન થયુ છે. આતંકવાદીઓનુ નામોનિશાન મટાડવાનુ આ ઓપરેશન હાલ રોકાયેલુ છે.  તેને ફરી ચલાવવાનો કોઈ પ્લાન નથી.  પાકને બતાવ્યુ કે અમે કરી સર્જીકલ સ્ટ્રાઈક... 
 
- આર્મીએ કહ્યુ - ઈંડિયન આર્મી કોઈપણ કટોકટીનો સામનો કરવા તૈયાર છે. મે હાલ પાકના ડીજીએમઓ સાથે વાત કરી અને તેમને પણ ગઈકાલે રાત્રે થયેલ સર્જીકલ ઓપરેશન વિશે બતાવી દીધુ છે. 
 
- ભારત આ ક્ષેત્રમાં શાંતિ ઈચ્છે છે. પણ અમે નથી ઈચ્છ્હતા કે એલઓસી પર સંકટ ઉભુ થાય અને આપણા દેશના લોકોનો જીવ સંકટમાં પડે.  
 
- પાક્સિતાન જાન્યુઆરે 2004ના પોતાના વચન પર કાયમ રહે. અમને આશા છે કે પાક આર્મી અમારી સાથે કોઓપરેટ કરશે અને આ રીઝન સાથે આતંકવાદનો ખાત્મો કરવાની દિશામાં મદદ કરશે. 
 
ગયા વર્ષે થયુ હતુ 44 વર્ષમાં સૌથી મોટી ફાયરિંગ.. 
 
- એલઓસી પર બુધવારે રાત્રે ફરી સીઝફાયર વૉયલેશન થયુ.  ફાયરિંગમાં પાકિસ્તાનના બે જવાન માર્યા ગયા છે. આ દાવો પાક્સિતાનના ઈંટર સર્વિસેસ પબ્લિક રિલેશન્સએ કર્યો છે. આ ફાયરિંગ રાત્રે લગભગ અઢી વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી થઈ. 
 
- ગયા વર્ષે ઓગસ્ટ પછી પાકિસ્તાન તરફથી થયેલ ભારે ફાયરિંગને કારણે એલઓસીની આસપાસના ગામના 32 હજાર લોકોને પોતાના ઘર છોડીને જવુ પડ્યુ હતુ. 
- 1971 પછી આ પ્રથમ તક હતી, જ્યારે બોર્ડર અને એલઓસી પર પાકિસ્તાન તરફથી એટલી વધુ ફાયરિંગ થઈ હતી. 
 
શુ છે ઈંટરનેશનલ બોર્ડર અને એલઓસી ? 
 
- પાકિસ્તાન સાથે જોડાયેલ ઈંટરનેશનલ બોર્ડર 2313 કિલોમીટર લાંબુ છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી 772 કિલોમીટર લાંબી છે. 
- ઈંટરનેશનલ બોર્ડરને બીએસએફ ગાર્ડ કરે છે. જ્યારે કે એલઓસીનુ રક્ષણ આર્મી કરે છે. પાકિસ્તાન ઈંટરનેશનલ બોર્ડર પર બીએસએફની ચૌકીઓને વધુ નિશાન બનાવે છે. 
 
સીઝફાયર એગ્રીમેંટ ક્યારે બન્યુ હતુ ?
 
- ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર એગ્રીમેંટ નવેમ્બર 2003માં થયુ હતુ. બંને દેશો વચ્ચે આ નક્કી થયુ હતુ કે બોર્ડર અને એલઓસી પર ફાયરિંગ નહી થાય. પણ પાકિસ્તાને દર વર્ષે અનેકોવાર સીઝફાયર તોડ્યુ છે. 
- આ પહેલા 1949માં કરાંચી એગ્રીમેંટના પછી સીઝફાયર લાગૂ થયો હતો. પછી વાજપેયી સરકારના સમયે 2003માં ફરીથી સીઝફાયર લાગૂ થયુ. 
 

વેબદુનિયા પર વાંચો