SYL પર પંજાબ સરકારને મોટો ઝટકો - બનશે સતલુજ-યમુના લિંક નહેર

ગુરુવાર, 10 નવેમ્બર 2016 (16:20 IST)
સતલુજ-યમુના લિંક નહેર પર પંજાબના નિર્ણયને ગેરકાયદેસર બતાવતા સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને મોટો ઝટકો આપ્યો. કોર્ટે કહ્યુ સતલુજ-યમુના લિંક નહેર બનશે. 
 
શુ છે SYL વિવાદ 
 
પંજાબ પુનર્ગઠન અધિનિયમના હેઠળ 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણા જુદુ રાજ્ય બન્યુ. પણ ઉત્તરાધિકારી રાજ્યો (પંજાબ અને હરિયાણા) ની વચ્ચે પાણીની વહેંચણી નથી થઈ. વિવાદ ખતમ કરવા માટે કેન્દ્રએ અધિસૂચના રજુ કરીને હરિયાણાને 3.5 એમ.એ.એફ પાણી વહેંચણી કરી દીધી. આ પાણીને લાવવા માટે 212 કિમી. લાંબી એસ.વાઈ.એલ નહેર બનાવવાનો નિર્ણય થયો હતો. હરિયાણાએ પોતાના ભાગની 91 કિમી. નહેરનુ નિર્માણ વર્ષો પહેલા પુરુ કરાવ્યુ હતુ.  પણ પંજાબમાં હજુ સુધી વિવાદ ચાલતો આવી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો