મહારાષ્ટ્રમાં 12 આદિવાસી સગીરા પર રેપની ઘટના સામે આવી છે. અહીં બુલધાનામાં પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 7 સ્કૂલ ટીચર હોવાનું સામે આવ્યું છે. એક માહિતી અનુસાર 3 સગીરાઓ રેપ બાદ ગર્ભવતી થઈ છે. મહારાષ્ટ્રના ડીજીપીએ આ રેપકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. કુલ ૧૩ વ્યકિત સંડોવાયા છે તેમાંથી 2 ફરાર છે. આ કુકર્મો પાછળ 7 ટીચર, હેડમાસ્ટર સહિત શાળાના જ કર્મચારીઓ સંડોવાયા હોવાનું ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે.