પંજાબના નાભા જેલ પર હથિયારબંદ બદમાશોનો હુમલા , એક આતંકી સાથે 5 કેદી ફરાર

રવિવાર, 27 નવેમ્બર 2016 (12:10 IST)
પંજાબના નાભા જેલ પર મોટિ હુલમો થયું જેલ પર 10 હથિયારબંદ અપરાધીઓએ હુમલા કરી ખલિસ્તાન લિબરેશન ફોર્સના આટંકી સાથે 6 અપરાધીઓને લઈને ફરાર થઈ ગયા છે. ફરાર આતંકીનું નામ હરમિંદર સિંહ મિંટૂ છે.

પંજાબ સરકારે આ ઘટના બદલ ડીજીપી (જેલ), નાભા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એમના નાયબ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન સુખબીર સિંહ બાદલે કહ્યું છે કે ચિંતાની કોઈ જરૂર નથી, અમે ફરાર કેદીઓને પકડી લઈશું. એક એન્કાઉન્ટર થયો છે. આ ઘટનામાં જે કોઈ જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે.

સવારે લગભગ 10 જેટલા સશસ્ત્ર ઈસમો જેલ પર ત્રાટક્યા હતા. એમણે પોલીસનો ગણવેશ પહેર્યો હતો. એમણે જેલમાં લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ તેઓ મિન્ટૂ ઉપરાંત અન્ય બદમાશો – ગુરપ્રીત સિંહ, વિકી ગોંદરા, નીતિન દેઓલ અને વિક્રમજીત સિંહને ભગાડી ગયા હતા.
 
સાચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને હલવાડા એયરફોર્સ સ્ટેશન પર હુમલા સાથે ઘણા આતંકી ઘટનાઓમાં શામેળ રહ્યા. પંજાબ પોલીસ મુજબ હરમિંદર 2010માં યૂરોપમાં પણ ગયેલું છે. 2013માં તેને પાકિસ્તાન મૂકયું હતું.

વેબદુનિયા પર વાંચો