56 ઇંચની છાતીએ પરાક્રમ કરી બતાવ્યું, સોશિયલ મીડિયામાં પાકિસ્તાન પર પ્રહારો
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (23:33 IST)
ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરતા જ પાકિસ્તાન સામે બદલો લેવાના થનગની રહેલા નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને સોશિયલ મીડિયાને પાકિસ્તાન સામે પ્રહારો કરી અને જવાનોની પ્રશંસા કરીને છલકાવી દીધું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી પગલા ન લેતા વિપક્ષો દ્વારા કયાં ગઇ ૫૬ ઇંચની છાતી-હવે જવાબ આપે તેવા પ્રહાર કરાતા હતા તેનો પણ જવાબ સોશિયલ મીડિયામાં અપાયો હતો. 56 ઇંચની છાતીએ પરાક્રમ કરી બતાવ્યું તેમ કહેવાયું હતું. ટ્વિટરમાં પણ ઇન્ડિયા સ્ટ્રાઇકસ બેક ટ્રેન્ડીંગમાં ટોપ પર રહ્યું હતું.
સોશિયલ મીડિયામાં તટસ્થ લોકો વચ્ચે મોદી ભકતો અને મોદી વિરોધીઓ વચ્ચે રીતસરના ભાગલા પડી ગયેલા પણ દેખાયા હતા. જેમાં મોદી વિરોધીઓ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કર્યાની તસવીરો કે અન્ય પુરાવા માગવામાં આવ્યા હતા. વાઇરલ થયેલા સંદેશામાં કેટલાક હાસ્યસભર પણ હતા.
કોણ કહે છે શ્રાધ્ધના દિવસોમાં સારા કામ ના થાય-હજુ કરો હુમલા
ઘર મેં ઘૂસકર મારા-જો મેં બોલતા હું વો મેં કરતા હું, ઔર જો નહીં બોલતા હું વો તો ડેફિનેટલી કરતા હું - મોદી
પાકિસ્તાની માઠુ ન લગાડતા, સરપ્રાઇઝ વિઝિટ લેવાની અમને આદત છે પહેલા મોદી આવ્યા હવે અમારા જવાનો આવ્યા તો કેટલાક લોકોએ સ્ટ્રાઇક અંગે પ્રશ્નો ઉઠાવતા સંદેશા પણ ફેલાવ્યા હતા