બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, આ નિર્ણય ગરીબો અને મજૂરોના હકમાં છે. ન ખુદને માટે કે ન તો મારા સગાવહાલાઓ માટે આવ્યો છુ. હુ ગરીબો માટે આવ્યો છુ અને ગરીબોનુ કલ્યાણ કરીને રહીશ. આ અનિવાર્ય છે. પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષ નોટબંધીને લઈને ખોટી સૂચનાઓ પ્રસારિત કરી રહ્યુ છે. પીએમ મોદીએ પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યુ કે તેઓ પબ્લિક વચ્ચે જાય અને નોટબંધીના લાભ વિશે બતાવે. નોટબંધીના નિર્ણયને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી ભાવુક થયા છે. બીજેપી પાર્લિયામેંટ્રી પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ ભાવુક થતા કહ્યુ કે નોટબંધીને સર્જીકલ સ્ટ્રાઈકનુ નામ ન આપો.
જેટલીએ કહ્યુ - સ્વાભાવિક છે કે કરેંસી બદલવામાં આવશે તો લાઈન લાગશે. બીજેપી સંસદીય દળની બેઠકમાં બોલ્યા નાણાકીય મંત્રી અરુણ જેટલી - કેશમાં વેપારથી કાળાનાણાને પ્રોત્સાહન મળે છે. નોટબંધીથી ગરીબી ખતમ કરવામાં મદદ મળશે. આ નિર્ણય દેશહિતમાં છે. બીજેપી સંસદીય દળની બેઠકમાં બોલ્યા નાણાકીય મંત્રી અરુણ જેટલી - નોટબંધીનુ દેશભરમાં સ્વાગત થયુ છે. ઈમાનદાર લોકો નોટબંધી પર સરકાર સાથે છે.
બુધવારે તમામ વિપક્ષી પાર્ટીઓની સંસદ પરિસરમાં આ મુદ્દા પર જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના છે. સોમવારે પણ બંને સદનોની કાર્યવાહી ચાલી ન શકી. લોકસભામાં વિપક્ષ વોટિંગવાળી જોગવાઈ હેઠળ ચર્ચા માટે જીદ પર છે. બીજી બાજુ રાજ્યસભામાં આ માંગ કરવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી ખુદ આવીને આ મામલે સરકાર તરફથી જવાબ આપે.