પેટ્રોલ પંપવાળા લઈ રહ્યા છે 30-35% કમીશન
નાણાકીય મંત્રાલયનુ માનવુ છે કે અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા કમિશનને લઈને જૂના નોટ બદલવાનુ કામ કરી રહ્યા છે. કારણ કે પેટ્રોલ પંપને ઓઈલ કંપનીને પૈસો ચેકથી આપવાનો હોય છે. આવામાં જ્યારે પેટ્રોલ પંપ પર 500ના જૂના નોટ આવે છે તો તેઓ તેને બેંકમાં જમા કરાવી દે છે અને નવા નોટોને કમીશન લઈને બદલવાનુ કામમાં લગાવી દે છે. અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા 30-35 ટકા કમીશન લઈ રહ્યા છે.
30 ડિસેમ્બર સુધી બેંકમાં બદલાવી શકો છો 500ના નોટ
ઉલ્લેખનીય છે કે સરકારે આજે 500ના જૂના નોટના ઉપયોગની છૂટ હટાવી પણ દીધી છે તો પણ તમે જૂના 500ના નોટ ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરી શકો છો. એટલુ જ નહી 31 માર્ચ સુધી રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની શાખાઓમાં પણ જૂના નોટ બદલાવી શકો છો.