અગસ્તા વેસ્ટલૈંડ - આજે રસ્તા પર ઉતરશે 'આપ'ના કાર્યકર્તા

શનિવાર, 7 મે 2016 (10:52 IST)
અગસ્તા કૌભાંડના મામલાને લઈને કેન્દ્ર અને કોંગ્રેસના હંગામા અને ધરણાને નૌટંકી સાબિત કરનારી આમ આદમી પાર્ટી શનિવારે પોતે આ મામલે રસ્તા પર ઉતરી રહી છે. આપના કાર્યકર્તા રિશ્વત કાંડને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંનેના રહેઠાણનો ઘેરાવ કરવાના છે. જ્યારે કે આ પહેલા જંતર મંતર પર પ્રદર્શન પણ  કરશે. 
 
ઉલ્લેખનીય છે કે અગસ્તા કૌભાંડ મામલે શુક્રવારે કોંગ્રેસે પ્રદર્શન કર્યુ. કોંગ્રેસે ગઈકાલે જંતર મંતરથી સંસદ ભવન સુધી લોકતંત્ર બચાવો રેલી કાઢી. બીજી બાજુ સોનિયા ગાંધી, રાહુલ અને મનમોહને સિંહ સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ સંસદ માર્ગ પોલીસ મથકમાં પોતાની ધરપકડ આપી જ્યા તેમને થોડા સમય પછી મુક્ત કરવામાં આવ્યા. સંસદની આસપાસ ધારા 144 લાગૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ કેન્દ્ર સરકારના વિરોધમાં રેલી કાઢી રહી છે.  કોંગ્રેસનુ કહેવુ છે કે મોદી સરકાર જુઠ્ઠુ બોલનારી સરકાર છે. જે ફક્ત વચનોથી લોભાવી રહી છે. રેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂર્વ પીએમ મનમોહન સિંહે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. 
 

વેબદુનિયા પર વાંચો