હિલેરી ક્લિંટન વડાપ્રધાનને મળ્યા

વાર્તા

સોમવાર, 20 જુલાઈ 2009 (15:54 IST)
અમેરિકન વિદેશમંત્રી હિલેરી ક્લિંટન તથા પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે આજે અહી 40 મિનિટ સુધી વાતચીત કરી જે મુખ્ય રૂપે દ્વિપક્ષી સંબંધો, આતંકવાદ, અસૈનિક પરમાણું સહયોગ તથા રક્ષા ક્ષેત્રમાં સહયોગ પર કેન્દ્રિત રહી.

સૂત્રોના અનુસાર વાતચીતમાં પાકિસ્તાનથી ભારતની સામે ચલાવવામાં આવતા આંતકવાદ પર પણ વિસ્તૃત ચર્ચા કરી.

ક્લિંટન સવા બાર વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીના રહેઠાણ 7 રેસ કોર્સ પહુંચ્યા. પ્રધાનમંત્રી તેમના સમ્માન માટે દિવસનું ભોજ પણ આયોજિત કરી રહ્યા છે, આ દરમિયાન વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત થશે.

ક્લિંટન આજે સાંજે વિદેશમંત્રી એસએમ. કૃષ્ણાની સાથે અહી હેદરાબાદ હાઉસમાં પ્રતિનિધિ સ્તરની વાર્તા કરશે. ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે પ્રૌદ્યોગિકી નજર અને સ્વાસ્થ્ય અને કૃષિના ક્ષેત્રમાં સમજૂતિ પર હસ્તાક્ષર થવાની આશા છે.

અમેરિકન વિદેશમંત્રીનું આજે વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણી તથા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મળવાનો કાર્યક્રમ છે.

વેબદુનિયા પર વાંચો