હવે BSF જવાનોની નવી દુલ્હનો રહેશે તેમની સાથે

બુધવાર, 27 એપ્રિલ 2016 (17:28 IST)
સીમા પર ગોઠવાયેલ એ જવાનો માટે ખુશખબર છે જેમના નવા-નવા લગ્ન થયા છે. માહિતી મુજબ બીએસએફ હેડક્વાર્ટર જવાનોને તેમની પત્નીયો સથે રાખવાની યોજના પર કામ કરી રહ્યા છે. જેથી જવાનોને સીમા પર ગોઠવાયેલ હોવા દરમિયાન પણ ઘર જેવુ વાતાવરણ આપવાની કોશિશ કરી શકાય. 
 
BSFના ડીજી કેકે શર્માએ જવાનનોની સાથે થયેલ એક મીટિંગમાં આ એલાન કર્યુ. બીએસએફ રાજ ફ્રંટિયર આઈજી બીઆર મેઘવારે કહ્યુ થોડા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી કારણ કે જે જવાનના લગ્ન થાય છે તેમને પોતાની ડ્યુટી માટે લગ્ન પછી તરત જ પરત આવવુ પડે છે. આવામાં પરિવારથી દૂર જવાનોના કામને પ્રભાવિત કરે છે. 
 
આઈજી મેઘવાલે કહ્યુ કે આ નવી યોજના પોતાના શરૂઆતના ચરણમાં છે અને તેના મુજબ જવાબ લગ્નના એક વર્ષ સુધી પોતાની પત્ની સાથે બોર્ડર પર રહી શકે છે. આ યોજના માટે ઘર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  મેઘવાલે કહ્યુ કે તેમનુ માનવુ છે કે પરિવાર સાથે રહીને જવાનો સારી રીતે રહી શકશે અને તેમની કાર્યક્ષમતા વધશે.  આ સાથે જ સીમા પર મહિલા સુરક્ષા ગાર્ડ અને તેમને માટે જુદા ક્વાર્ટર્સ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો