હરિયાણા કોંગ્રેસને હરાવવા ટીમ અન્નાનો પ્રચાર શરૂ

શુક્રવાર, 7 ઑક્ટોબર 2011 (11:28 IST)
PTI
ટીમ અન્ના આજથી કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી મેદાનમ આં ઉતરી રહી છે. ટીમ અન્નાના મુખ્ય સભ્યો અરવિંદ કેઝરીવ આલ અને કિરણ બેદી આજથી હરિયાણાની હિંસાર સંસદીય સીટ પર થઈ રહેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપવાની અપીલ કરતુ અભિયાન શરૂ કરશે. ટીમ અન્નાના સભ્યો અરવિંદ કેઝરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદીયા ત્રણ દિવસ સુધી રોડ શો અને જનસભાનું આયોજન કરશે.

મંગળવારે રાલેગાવ સિદ્ધિમાં ગાંધીવાદી અન્ના હજારેએ એલાન કર્યુ હતુ કે જો દશેરા સુધી કોંગ્રેસ જનલોકપાલ બિલ પર સમર્થનની ચિઠ્ઠી નહી આપે તો તેમની ટીમ હરિયાણાની હિસાર સંસદીય સીત પર થઈ રહેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપવાની અપીલ કરશે. અન્નાએ મંગળવારે જો પ્રચાર માટે નહી જઈ શકે તો વીડિયો દ્વારા લોકોને સંદેશ આપશે કે તેઓ કોંગ્રેસને વોટ ન આપે.

અન્નાએ કોંગ્રેસને પડકાર આપતા કહ્યુ હતુ કે જો કોંગ્રેસ જનલોકપાલ નહી લાવે તો તે આગામી ચૂંટણીમાં જનતાને કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપવાની અપીલ કરશે. અન્ના હજારે એ પણ માહિતી આપી હતી કે દશેરા પછી તેઓ દેશભરની મુલાકાત લેવાનુ શરૂ કરશે. પરંતુ તેઓ એ ક્ષેત્રની મુલાકાત લેશે જ્યા વિધાનસભા ચૂંટણી થવાની છે.

જો કે કોંગ્રેસએ પણ પલટવાર કરતા કહ્યુ હતુ કે અન્ના તેમના વિરુદ્ધ થયા તો તેમને કોઈ ફરક નથી પડતો. ટીમ અન્નાની આ પહેલથી હરિયાણા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપવાના અન્નાના એલાન પછી ચૂંટણીમાં નુકશાન થવાની આશંકા ચાલતા હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુંડા આજથી રોડ શો શરૂ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો