સોનિયાના જીવન પર પ્રકાશિત પુસ્તક પર વિવાદ

શુક્રવાર, 4 જૂન 2010 (16:29 IST)
સ્પેનના એક લેખકના એ પુસ્તકને લઈને વિવાદ થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમા સોનિયા ગાંઘીના જીવનને એક કાલ્પનિક વાર્તાના રૂપમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ સોનિયા આ વિશે કોંગેસ અધ્યક્ષના વકીલોનુ કહેવુ છે કે પુસ્તકમાં 'અસત્ય, અર્ધસત્ય અને અમાન્ય નિવેદન છે.

લેખક જેવિયર મોરોના ઉપન્યાસ 'અલ સારો રોજો'(ધ રેડ સાડી)નુ પહેલીવાર ઓક્ટોબર 2008માં સ્પેનિશમાં પ્રકાશન થયુ હતુ અને આનુ ઈતાલવી, ફ્રાંસીસી અને ડચ ભાષામાં અનુવાદ થઈ ચુક્યુ છે.

લેખકનો દાવો છે કે આ સોનિયાના જીવનની કે કાલ્પનિક વાર્તાના રૂપમાં રજૂઆત છે, પરંતુ કોંગેસ અધ્યક્ષના વકીલોનુ કહેવુ છે કે તેઓ આ દાવાને સાચો નથી માનતા. લેખકે સોનિયાના ઈટલીમાં જન્મ, રાજીવ ગાંધી સાથે વિવા અને તેમની હત્યા પછી મુશ્કેલ પરિસ્થિતિઓ નએ રાજનીતિમાં તેમનો પ્રવેશનો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના કાયદા અને માનવાધિકાર પ્રકોષ્ઠના પ્રભારી અભિષેક સિંઘવીએ મોરો અને પુસ્તકના પ્રકાશકોને આઠ મહિના પહેલા એક કાયદાકીય નોટિસ મોકલી હતી અને પુસ્તકના કેટલાક અંશો પર આપત્તિ બતાવી હતી.

મોરોએ જો કે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ભારઈય કંપનીઓને આંતકિત કરી રહી છે કે તે આ પુસ્તકને પ્રકાશિત ન કરે. મોરોએ કહ્યુ કે મેં તેમના જીવન પર આધારિત એક વાર્તા લખી છે તેનો એ મતલબ નથી કે આ સત્ય નથી.

વેબદુનિયા પર વાંચો