સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો ટ્રેન નીચે કપાયા

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (12:58 IST)
વર્તમાન દિવસોમાં લોકોના માથે સેલ્ફી લેવાનુ ભૂત ચઢ્યુ છે. આ ગાંડપણ યુવાઓ માટે એક ઝુનુન બની ગયુ છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને એવા સ્થાનો પર સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા છે. જ્યા મોત તેમની ખૂબ જ નિકટ હોય છે. કોસીકલાની પાસે મથુરા રેલવે ટ્રેક પર ચાલતી ટ્રેન સામે સેલ્ફીના ચક્કરમાં ત્રણ વિદ્યાર્થીઓનુ મોત થઈ ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે વર્તમાન દિવસોમાં જુદા જુદા સ્થાન પર સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ક્રેઝ છે. એક અંગ્રેજી છાપા મુજબ ઘટના કોસીકલાની પાસે મથુરા રેલવે ટ્રેકની છે અને સવારે લગભગ સાઢા નવ વાગ્યે આ દુર્ઘટના બની. આ ચારેય મિત્રોમાંથી અનીશ નામનો મિત્ર બચી ગયો. 
 
તેણે પોલીસને જણાવ્યુ કે ચારેય મિત્ર ગણતંત્ર દિવસ પર તાજમહેલ જોવા આગ્રા જઈ રહ્યા હતા. આ દરમિયાન આ બધા ચાલતી ટ્રેન સામે સેલ્ફી ક્લિક કરીને તેને સોશિયલ મીડિયા સાઈટ પર અપલોડ કરવા માંગતા હતા. પણ આ એડવેંચરમાં તેમાથી ત્રણને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને ચોથો ઘાયલ છે.  

વેબદુનિયા પર વાંચો