સાંસદોની પાઠશાળામાં મોદીએ આપ્યો સબક - આચાર-વિચાર અને વ્યવ્હાર પર ફોકસ કરો

શનિવાર, 28 જૂન 2014 (14:57 IST)
સૂરજકુંડમાં ભાજપાના નવા સાંસદોની પાઠશાળા શરૂ થઈ ગઈ છે. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એમપી વિથ ડિફરેંસ બનવાના ગુર શિખવડ્યા. મોદીએ સાંસદોને કહ્યુ, "હુ પણ પહેલીવાર સાંસદ બન્યો છુ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રશિક્ષણ લઈ રહ્યો છુ. તેમણે સાંસદોને આચાર, વિચાર અને વ્યવ્હાર પર ફોકસ કરવાની સલાહ આપી અને કહ્યુ કે સંસદીય આચરણ અને શિષ્ટાચારને દરેક પરિસ્થિતિમાં કાયમ રાખવામાં આવે. ભ્રષ્ટાચારથી દૂર રહેવાની શિખામણ આપી. પીએમે નવા સાંસદોને એ પણ કહ્યુ કે તેઓ પોતાના સંસદીય ક્ષેત્રો પર પુરૂ ધ્યાન આપે અને આ વર્ષે કેટલાક રાજ્યોમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવે. 
 
દિલ્હી હરિયાણાની બોર્ડર પર આવેલ સૂરજકુંડના એક હોટલમાં ચાલી રહેલ આ બે દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્ર રહેશે. જેમા 195 સાંસદનો સમાવેશ થઈ રહ્યો છે. જેમા લોકસભાના 170 અને રાજ્યસભાના 25 સાંસદ છે. 
 
શિબિરની ખાસ વાતો 
 
- શિબિરમાં મોદી અને રાજનાથ સિંહ ઉપરાંત ભાજપના અન્ય સીનિયર નેતા નવા સાંસદોને સંસદીય કાર્યોની માહિતી આપવા ઉપરાંત અનેક વાતો બતાવશે. તેઓ પોતાના અનુભવ શેર કરશે. 
 
-રવિવારે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમનુ સમાપન કરશે. આ પહેલા બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વગેરે વરિષ્ઠ નેતા આને સંબોધિત કરશે. 
 
- શિવિરમાં 40 એસસી એસટી સાંસદનો સમાવેશ થશે. મહિલા સાંસદોની સંખ્યા 30 હશે. 
- નવા સાસદોને પ્રશાસનિક કાર્યો, સાંસદનિધિના ઉપયોગ વગેરે વિશે પણ માહિતી આપવામાં આવશે અને તેમને તેમના અધિકારો વિશે પણ બતાવવામાં આવશે. 
 
- સાંસદોને બતાવાશે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવાનુ છે અને પાર્ટીને લઈને તેમને કેવી રીતે લોકો અને મીડિયાની વચ્ચે વાત મુકવાની છે. 
 
- નવા સાંસદોને બતાવાશે કે સંસદમાઅં કેવી રીતે સારા સવાલો ઉઠાવશો અને શૂન્યકાળ દરમિયાન બંને સદનોમાં જનતા સાથે સંકળાયેલા કયા મહત્વના મુદ્દા પર વાત કરવામાં આવે. 
 
- સાંસદોને બતાવવામાં આવશે કે તેઓ સંસદમા પોતાની વધુથી વધુ હાજરી નોંધાવે અને પોતાના સંસદીય ક્ષેત્રોમાં લોકોની સમસ્યાઓને કેવી રીતે દૂર કરે. 
 
- શિબિરમાં આવનારા સાંસદો પાસેથી એક એક હજાર રૂપિયા લેવામાં આવ્યા છે. 
 
- જમવાનુ ફક્ત શાકાહારી મળશે. 
 
સુરક્ષા વ્યવસ્થા - આ શિબિર માટે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ  કે મોદીની સુરક્ષા ત્રણ સ્તરીય છે જેમા એસપીજીના સ્પેશલ સેલની ભૂમિક સૌથી ખાસ છે. શિવિરની સુરક્ષામાં 900થી વધુ જવાનોને ગોઠવવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો