સલમાને 26/11 પર માફી માંગી

સોમવાર, 13 સપ્ટેમ્બર 2010 (11:36 IST)
IFM
સલમાન ખાને પાકિસ્તાની મીડિયાને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે 26/11 પર મુંબઈમાં થયેલ હુમલામાં પાકિસ્તાનનો હાથ નહોતો. આ વાત પર ઉઠેલ બવાલ પછી હદ તો ત્યારે થઈ જ્યારે મહારાષ્ટ્રના નવનિર્માણ સેના (મનસે)પ્રમુખ રાજ ઠાકરેએ સએક વિવાદાસ્પદ ટિપ્પણી કરી નાખી. તેમણે સલમાનનો બચાવ કરતા કહ્યુ કે તેમણે ખોટુ કશુ નથી કહ્યુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના નિવેદન આપતી વખતે સલમાનના મોટા ભાઈ અરબાઝ ખાન તેમની સાથે હતા.

સલમાનના એક નિવેદને બીજેપી, શિવસેના સહિત કોંગ્રેસને પણ નારાજ કરી દીધા છે. બીજેપી નેતા શાહનવાજ હુસૈન અને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ હતુ કે સલમાને પોતાના નિવેદન બદલ દેશવાસીઓએ માફી માંગવી જોઈએ.

પાકિસ્તાને એક ટીવી ચેનલ સાથે ઈંટરવ્યુ દરમિયાન કહ્યુ મુંબઈ હુમલાને આટલુ મહત્વ એ માટે આપવાનુ કારણ કે તેમા શ્રીમંત લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સલમાનનુ આટલુ કહેવુ હતુ કે શિવસેનાએ તેમને રાષ્ટ્રવિરોધી કરાર આપી દીધો. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી છગન ભુજબલ અને ભાજપાએ પણ સલમાનને આડે હાથે લેતા તીખી પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનના એક્સપ્રેસ 24/7 ચેનલને આપેલ ઈંટરવ્યુમાં સલમાને કહ્યુ કે આ વખતે ફાઈવ સ્ટાર હોટલો અને અન્ય સ્થાન પર કુલીન લોકોને નિશાન બનાવવામાં આવ્યા. તેથી હોબાળો મચી ગયો. ત્યારે આ લોકો જાગ્યા અને આ વિશે બોલ્યા. મારો પ્રશ્ન એ છે કે આ લોકો પહેલા કેમ કશુ ન બોલ્યા. ટ્રેનો અને નાના વિસ્તારોમાં પણ હુમલો થયો છે. પરંતુ કોઈયે આ અંગે આટલી વાતો નથી કરી.

સલમાનની આ ટિપ્પણીથી ક્રોધે ભરાયેલ શિવસેનાએ તેમને માફી માંગવા માટે કહ્યુ છે. શિવ સેનાએ નેતા સંજય રાઉતને છત્રપતિ શિવાજી ટર્મિનલ અને કામા લેન જેવી જગ્યાઓને હવાલો આપતા કહ્યુ કે મુંબઈ પર આતંકવાદી હુમલો ભારત વિરુદ્ધ એક યુધ્ધ હતુ. સલમને પોતાની ટિપ્પણી બદલ માફી માંગવી જોઈએ. સીએસટી પર અંબાણી, ટાટા, બિરલા નહોતો રોકાયા.

બીજી બાજુ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છગન ભુજબલે સલમાનને આ ટિપ્પણી બદલ નિર્દોષ બતાવતા કહ્યુ કે સલમાન એક અભિનેતા છે. તેમને ખબર નથી કે તેમા પાકિસ્તાની સરકારનો હાથ હતો કે નહી. હુમલામાં ટેક્સી ચલાવનારા, સિપાઈ, વેઈટર, હોટલના કર્મચારીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જો કે સલમાને થોડીવાર પહેલા ટ્વિટર પર પોતાની સફાઈ આપી છે. તેમણે લખ્યુ છે કે આતંક ગમે તેવો હોય, તે દુનિયામાં ક્યાય પણ થયો હોય, દરેક માણસના જીંદગીની કિમંત એક સમાન છે અને આવી હરકત માફીને લાયક નથી. ભલે એ અમેરિકા પર હુમલો હોય કે મુંબઈ પર. સલમાને લખ્યુ છે કે હવે પછી એ જ્યારે પણ કોઈ ઈંટરવ્યુ આપશે તો પોતે પણ રેકોર્ડ કરશે, કે તેઓ શુ બોલી રહ્યા છે ? તેથી કોઈ કંટ્રોવર્સી ન થાય.

આ વિવાદથી સલમાનના પિતા સલીમ ખાન પણ દુ:ખી થયા છે અને તેમણે કહ્યુ કે સલમાન ખાને દેશવાસીઓ પાસે માફી માંગવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો