સઘન સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ

ભાષા

બુધવાર, 30 જૂન 2010 (15:31 IST)
કાશ્મીર ઘાટીમાં કર્ફયૂના પગલે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રા સઘન સુરક્ષા સાથે બુધવારથી શરૂ થઈ છે અને 1272 શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાએ જમ્મૂ સ્થિત શિબિરથી પવિત્ર ગુફા તરફ કૂચ કરી છે.

રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી નવાંગ રિગજિન જોરાએ ભગવતીનગર યાત્રી નિવાસમાં લગાવેલા અમરનાથ બેસ કેમ્સથી શ્રદ્ધાળુઓને સઘન સુરક્ષા વચ્ચે લઈ જનારા 53 વાહનોના કાફલાને આજે સવારે પાંચ વાગ્યે લીલી ઝંડી દેખાડીને રવાના કર્યા.

સીઆરપીએફ, આઈટીબીટી અને જમ્મૂ-કાશ્મીર પોલીસ અમરનાથ યાત્રીઓની સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે. કાશ્મીર ઘાટીમાં કર્ફ્યૂ અને તણાવ ભરેલા માહોલથી અવિચલિત પ્રશાસને શ્રદ્ધાળુઓના જથ્થાને પવિત્ર ગુફા તરફ રવાના કરવાની મંજૂરી આપી દીધી છે. જથ્થામાં 566 પુરૂષ, 230 મહિલાઓ, 32 બાળકો અને 444 સાધુ શામેલ છે.

વેબદુનિયા પર વાંચો