શહીદો આતંકવાદીઓના હિટલીસ્ટમાં હતા

વેબ દુનિયા

શનિવાર, 20 ડિસેમ્બર 2008 (23:40 IST)
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એટીએસના વડા હેમંત કરકરે અને તેમની ટીમના કેટલાક ઓફીસરો પહેલાથી જ ત્રાસવાદી સંગઠન ઈંડિયન મુજાહિદ્દીનના હિટ લીસ્ટમાં હતાં. આ સંગઠને એટીએસને ઈમેલ મોકલીને ચેતવણી પણ આપી હતી.

છેલ્લા એક વર્ષથી લશ્કરે તોયબા તરફથી દેશના જુદાજુદા શહેરોમાં બ્લાસ્ટ કરાવનાર ઈંડિયન મુજાહિદ્દીને 23 મી ઓગસ્ટના રોજ એક મેલ મોકલ્યો હતો, જેમાં તેમણે જણાવ્યુ હતુ કે કરકરે તેમના હિટલીસ્ટમાં છે. શહીદ થયેલા એટીએસના જવાનો વિજય સાલસકર, અશોક કામટે,જેવા અધિકારીઓ ચેતવણી મળ્યાના ત્રણ મહિના બાદ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો અને તેમાં આ ત્રણે એટીએસના જવાનો શહીદ થઈ ગયા હતાં.

ગુજરાત પોલીસ દ્વારા તેના કેડરોની ધરપકડ કર્યા બાદ મીડિયા હાઉસને આઈએમ દ્વારા મોકલવામાં આવેલા સાત પાનાનાં ઈમેલમાં જણાવવામાં આવ્યુ હતું કે જેહાદીઓ ટોચના અધિકારીઓની સામે જ તેમના આગામી હુમલાને અંજામ આપશે.

13મી ડિસેમ્બરે પણ આઈએમ દ્વારા જ એક ઈમેલ મોકલવમાં આવ્યો હતો. એ જ દિવસે દિલ્હીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતાં. તેના બાદ થયેલા દરોડાથી આતંકવાદીઓ વાકેફ હતાં.

વેબદુનિયા પર વાંચો