લોકસભાની ચુંટણી માટે અમે તૈયાર-ગોપાલસ્વામી

વાર્તા

મંગળવાર, 21 ઑક્ટોબર 2008 (12:50 IST)
ચુંટણી પંચનાં મુખ્ય ચુંટણી કમિશ્નર એન.ગોપાલસ્વામીએ આજે કહ્યું હતું કે આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચુંટણી માટે ચુંટણી પંચ તૈયાર છે.

હૈદરાબાદ ખાતે આઈપીએસ એકેદમીમાં 23મા સરદાર પટેલ સ્મૃતિ વ્યાખ્યાન માળામાં ભાગ લેવા આવેલા ચુંટણી કમિશ્નરે જણાવ્યું હતું કે જ્યારે પણ લોકસભાની ચુંટણીની ઘોષણા કરવામાં આવશે, ત્યારે દેશ તૈયાર હશે.

તેમણે ફરજિયાત મતદાન અંગે જણાવ્યું હતું કે આ અંગે હાલ કોઈ નિર્ણય લેવો વહેલાસર રહેશે. તેમણે સંકેત આપ્યો કે જે સ્નાતક વિદ્યાર્થીઓ મતદાન નથી કરતાં તેમને દંડીત કરવા અંગે પગલાં ભરી શકાશે. પણ શ્રમિકોને તેમાંથી આઝાદી આપી શકાય.

ગોપાલસ્વામીએ જણાવ્યું હતું કે ચુંટણી માટે અલગથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂર નથી. આ પહેલા ગોપાલસ્વામીએ જણાવ્યું હતું કે વારંવાર થતી ચુંટણીઓથી તે પરેશાન થઈ ગયા છે.

વેબદુનિયા પર વાંચો