મ.પ્ર.માં આતંક સામે લડવા વિશેષ દળની રચના

ભાષા

બુધવાર, 17 સપ્ટેમ્બર 2008 (15:12 IST)
આતંકવાદીઓનું આગલું નિશાન મધ્યપ્રદેશને બનાવશે, તેવી આશંકા વચ્ચે રાજ્ય પોલીસે સિમી સહિત અન્ય આતંકવાદી સંગઠનો તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત અપરાધ કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવા ચોક્કસ દળ બનાવવાની યોજના બનાવી રહી છે. આ સાથે પોલીસ દળને આધુનિક બનાવાશે.

મધ્યપ્રદેશમાં હાલ સફદર નાગોરી સહિત સિમીનાં કેટલાય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને આ દિશામાં પોલીસ જલ્દી કોઈ કાર્યવાહી કરવા માંગે છે.

રાજ્ય પોલીસ પ્રમુખ એસ કે રાઉતે કહ્યું હતું કે આ અમારી મોટી સફળતા છે. તેમજ સિમીની ગતિવિધિઓ પર ખાસ ધ્યાન રાખી રહ્યાં છીએ. હાલ મધ્યપ્રદેશમાં 80 હજાર પોલીસ કર્મચારી છે. અને, હવે તે આઈ.ટી ક્ષેત્રનાં ગુનાને ઉકેલવા માટે અલગ સાયબર સ્કવોર્ડ રચવાની તૈયારી કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો