આપ કાર્યકર્તા પર આરોપ છે કે તેમણે MMSમાં એક લાવારિશ લાશમાં મોદીનો ફોટો જોડીને ભાજપાના સ્લોગન 'અબ કી બાર મોદી સરકાર' ની જેમ લખ્યુ હતુ - 'અબકી બાર અંતિમ સંસ્કાર'. આ એમએમએસ કેટલાક વોટ્સએપ ગ્રુપ પર મોકલાઈ રહ્યો હતો. જેને આમ આદમી પાર્ટીના એક્ટિવિસ્ટ હૈંડલ કરે છે. ભૂલથી આ એમએમએસ એક બીજેપી સમર્થક પાસે જતો રહ્યો અને આ બાબતની જાણ થઈ. ભાજપા કાર્યકર્તાએ આની ફરિયાદ પોલીસને કરી દીધી અને પોલીસ અધિકારીએ આ મામલે ધરપકડ કરીને ચોખવટ કરી.