મુસલમાન બેરોજગારોની મદદ કરશે માયાવતી

વાર્તા

શનિવાર, 18 ઑક્ટોબર 2008 (10:53 IST)
પ્રદેશ સરકારે મુસ્લિમ બેરોજગાર યુવકોને કાશીરામ અલ્પસંખ્યક સ્વરોજગાર યોજના હેઠળ 5 ટકા મૂડી લગાવીને વ્યવસાય શરૂ કરવાની સગવડ આપી છે.

જેના હેઠળ નગર નિગમ, નગર પાલિકા અને પરિષદ, નગર પંચાયત ક્ષેત્રના કારીગરો, વણકર, પરંપરાગત વ્યવસાયી અને બીજા ગરીબ બેરોજગાર પાત્ર રહેશે. યોજના મુજબ લાભાર્થીને 50 હજાર સુધી વધુમાં વધુ રોકાણની પરિયોજના થવા પર અલ્પસંખ્યક નાણાકીય અને વિકાસ નિગમ મદદ કરશે.

બેરોજગારે 50 હજારના રોકાણ પર માત્ર અઢી હજાર રૂપિયા પોતે લગાવવા પડશે. બાકીની મૂડીમાં સાડા સાત હજાર તેમને દાન રૂપે મળશે, જ્યારેકે 40 હજાર રૂપિયા બેંક પાસેથી લોનના રૂપમાં મળી રહેશે.

વેબદુનિયા પર વાંચો