મહારાષ્ટ્રમાં આતંક વિરોધ વિશેષ દળ બનશે

વાર્તા

શનિવાર, 29 નવેમ્બર 2008 (20:45 IST)
મહારાષ્ટ્ર સરકારે આજે આતંકવાદી હુમલાઓથી લડવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એન.એસ.જીની જેમ એક વિશેષ દળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે દેશમુખે જણાવ્યું હતું કે, આ વિશેષ દળની પ્રારંભમાં એક બટાલિયન બનાવવામાં આવશે. જ્યાં સુધી આ બટાલિયન બની નહીં જાય ત્યાં સુધી એન.એસ.જીના એક દળને મહારાષ્ટ્રમાં રાખવા માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવશે.

મંત્રીમંડળે મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થવાવાળા સુરક્ષાકર્મીઓના પરિવારને 25...25...લાખ રૂપિયાની સહાયતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો