ભારે વરસાદનો તામિલનાડુમાં કહેર

ભાષા

રવિવાર, 30 નવેમ્બર 2008 (18:55 IST)
તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ કરૂણાનિધિએ કહ્યું હતું કે રાજ્યમાં આવેલા નીશા નામનાં વાવાઝોડાએ છેલ્લાં પાંચ દિવસમાં 103 લોકોનાં મોત થયા છે.

મુખ્યમંત્રીએ એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે તામિલનાડુમાં થયેલ વરસાદથી સાડા ચારસો પશુઓ પણ માર્યા ગયા છે. તેમજ 50 હજાર ઘરોને નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે 6700 કિલોમીટર લાંબા રસ્તાઓને પણ નુકસાન પહોચ્યું છે. 328 જગ્યાએ રસ્તાઓ તુટી ગયા છે. તો 687 પુલ તુટી ગયા છે. અને 402 ઈમારતોને નુકસાન પહોચ્યું છે. તો 52 હજાર એકર ખેતરોનો પાક પણ ધોવાઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો